જૂનાગઢ મનપાની ચૂંટણી પહેલા કોંગ્રેસ-ભાજપમાં ભડકો, મોટા ભાગના NCPમાં જોડાયા
જૂનાગઢમાં મહાનગરપાલિકાની ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે લઈ કૉંગ્રેસમાં મોટો કકળાટ થયો છે. અને ભાજપમાં ભડકો થયો છે. ત્યારે કોંગ્રેસ અને ભાજપથી અનેક નારાજ કાર્યકરો એન.સી.પી.માંથી ફોર્મ ભરાયા છે. તો કેટલાકે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.
હનીફ ખોખર/જૂનાગઢ: જૂનાગઢમાં મહાનગરપાલિકાની ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે લઈ કૉંગ્રેસમાં મોટો કકળાટ થયો છે. અને ભાજપમાં ભડકો થયો છે. ત્યારે કોંગ્રેસ અને ભાજપથી અનેક નારાજ કાર્યકરો એન.સી.પી.માંથી ફોર્મ ભરાયા છે. તો કેટલાકે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.
જૂનાગઢમાં મહાનગર પાલિકાની ચૂંટણીને લઈ કોંગ્રેસ પક્ષમાં મોટા ભડકાથી કોંગ્રેસ થઈ ખાલી ત્યારે વોર્ડ નં 8ના 3 કોર્પોરેટરોએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપી N.C.P માં જોડાયા છે. તો બીજી બાજુ ભાજપના પણ 2 કોર્પોરેટરો ભાજપ મૂકી N.C.P.માં જોડાયા ત્યારે હાલ જૂનાગઢના રાજકારણોમાં ગરમાવો દેખાય રહ્યોં છે.
જૂનાગઢ વોર્ડ નં-8ના 3 કોર્પોરેટર અડ્રેમાંન પંજા, સેનીલાબેન અશરફ થૈમ, વિજય વોરા આ ત્રણ કોર્પોરેટર છેલ્લી 5થી7 સાત ટર્મ કૉંગ્રેસ માંથી લડી છે. પરંતુ આ નગરપાલિકાની ચૂંટણીમાં કૉંગ્રેસ પક્ષના જ પ્રભારીઓએ વહીવટ કરીને ટિકિટો વહેચી હોઈ તેવા આક્ષેપો કોર્પોરેટરો કરી રહ્યા છે ત્યારે શહેર કોંગ્રેસના પ્રમુખ સહિત 25 જેટલા કાર્યકરો એ રાજીનામા આપ્યા છે. ત્યારે કૉંગ્રેસ પ્રમુખ વીનું અમીપરાએ સૂચવેલ ઉમેદવારોની બાદબાકી થતા રાજીનામુ આપવામાં આવ્યું હતું.
દારૂબંધી છાતા લઠ્ઠાકાંડ થયું, 123 લોકોના મોત માટે સરકાર જવાબદાર: અમિત ચાવડા
આજે પ્રદેશ કક્ષાએથી અવગણના થતા રાજીનામાં આપવા કોંગ્રેસ કાર્યાલયે કોંગ્રેસ કાર્યકર્તાઓના ઘસારો જોવા મળ્યો હતો. અને પ્રદેશ મોવડીઓએ મનમાની કરતા જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ જોશી પણ નારાજગી વ્યાપી છે. કોંગ્રેસના મોવડી એમ. કે બ્લોચ ઉપર ટીકીટ માટે નાણાં માગ્યાના આક્ષેપ કોર્પોરેટરો દ્વારા કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ ભાજપમાંથી જેની બાદબાકી થઇ છે. તેવા વોર્ડ 2ના આગેવાન ભુપત શેઠિયાએ ભાજપને રામ રામ કરી NCP માંથી તેમના પત્ની સાથે ચૂંટણી ફોર્મ ભર્યું છે.