Junagadh News : ગુજરાતના જૂનાગઢમાં તાજેતરમાં એક દરગાહને નોટિસ આપવામાં આવતા ભારે હિંસા થઈ હતી. સમગ્ર મામલાએ ભારે હોબાળો મચાવ્યો હતો. હવે જૂનાગઢમાંથી એક એવો કિસ્સો પણ સામે આવ્યો છે જે કૌમી એકતાનું ઉદાહરણ બની ગયો છે. જૂનાગઢમાં મુસ્લિમ યુગલે મંદિરમાં લગ્ન કર્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના જૂનાગઢમાં દરગાહ વિવાદમાં થયેલી હિંસા બાદ હવે કૌમી એકતાને મજબૂત કરવાનો કિસ્સો સામે આવ્યો છે. એક મુસ્લિમ યુગલે મંદિરમાં જઈને નિકાહ કર્યા છે. આ પ્રસંગે કાઝી પણ હાજર હતા.  મુસ્લિમ દંપતીએ મંદિરની અંદર ઇસ્લામિક રીતિ-રિવાજ મુજબ એકબીજા સાથે જોડાયા હતા. જૂનાગઢમાં આ લગ્ન એવા સમયે થયા છે જ્યારે શહેરના મજેવડી દરવાજા પાસે આવેલી ગેબન શાહ પીરની દરગાહનો મામલો ગરમાયો છે. ભૂતકાળમાં પણ અહીં હિંસા થઈ હતી.


બાલી ઉંમરમાં થયેલો પ્રેમ કસોટીમાં પાસ ન થયો : કોઈ વિચારી ન શકે તેવો કરુણ અંજામ આવ્યો


અબ્દુલ-હિના વચ્ચે નિકાહ
જૂનાગઢના મુસ્લિમ દંપતીના આ લગ્ન અખંડ રામનામ સંકિર્તન મંદિરમાં થયા હતા. મંદિરમાં નિકાહ પ્રસંગે મુસ્લિમ અને હિન્દુ સમાજના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. આ મંદિરમાં 24 કલાક રામધૂન વગાડવામાં આવે છે. અત્યાર સુધી આ મંદિરમાં લગ્નો થયા છે, પરંતુ પહેલીવાર મુસ્લિમ યુગલે લગ્ન કર્યા છે. મંદિરમાં ગોંડલમાં રહેતા અબ્દુલ કાદિર કુરેશીએ હીના સાથે મંદિરમાં ઇસ્લામ ધર્મની વિધિ મુજબ લગ્નનો સ્વીકાર કર્યો હતો અને નવા જીવનની શરૂઆત કરી હતી. તો બીજી તરફ સામાજિક કાર્યમાં સક્રિય જૂનાગઢના સત્યમ સેવા યુવક મંડળ દ્વારા બે ધર્મના 1800 જેટલા લગ્નો યોજવામાં આવ્યા છે.


જાણો કોણ છે મનસુખ માંડવિયા, કેમ મોદીના ખાસ અને ગુજરાત ભાજપમાં કેમ ઉગતો સિતારો ગણાય છ


લગ્ન પછી ભેટો અપાઈ
આ પ્રસંગે સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખ ભાઈ વાજાએ જણાવ્યું હતું કે, હિન્દુ-મુસ્લિમ સમાજ વચ્ચે કોમી એકતા અને ભાઈચારો વધે તે માટે અખંડ રામનામ સંકિર્તન મંદિર ખાતે મુસ્લિમ દંપતીના નિકાહ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે હિન્દુ અને મુસ્લિમ જ્ઞાતિના આગેવાનોએ હાજરી આપી હતી. મંદિરમાં લગ્ન કરાવનાર મૌલાના મોહં. જાવેદે કહ્યું કે દેશમાં શાંતિ અને સૌહાર્દ જાળવવા માટે વધુ લોકોએ શીખવું જોઈએ કે હિન્દુ અને મુસ્લિમ એક છે. તેનું ઉદાહરણ આપીએ તો આજે મંદિરમાં નિકાહ થયા છે. નવપરિણીત યુગલને કેટલીક વસ્તુઓ ભેટ તરીકે પણ અર્પણ કરવામાં આવી હતી.


ચોમાસાની બીજી ઈનિંગ માટે તૈયાર રહો : આ દિવસોએ વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ આવશે


લાલ ટામેટાના ભાવ આસમાને : એક નંગ ટામેટું તમને કેટલામાં પડે છે તે અમે તમને બતાવીએ