ઝી મીડિયા/બ્યૂરો :માતાપિતા માટે સૌથી ગર્વની લાગણી ત્યારે થાય છે જ્યારે તેમના સંતાનો સફળતાના શિખર પર બેસેલા હોય છે. સંતાનોની સફળતા જોતા જ માતાપિતા ભાવુક થઈ જતા હોય છે. આવા જ દ્રશ્યો જુનાગઢમાં જોવા મળ્યા છે. જૂનાગઢ પોલીસ (Gujarat Police) માં ફરજ બજાવતા મહિલા ASI એ પોતાના Dysp પુત્રને પરેડ દરમિયાન સલામી આપી હતી. પુત્ર પણ આ દ્રશ્યો જોઈ ભાવુક થયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જૂનાગઢ (Junagadh) માં તાજેતરમાં રાજ્યકક્ષાની સ્વતંત્રતા દિન (independence day) ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પરેડની કમાન અરવલ્લી જિલ્લાના ડીવાયએસપી વિશાલ રબારીએ સંભાળી હતી. પરંતુ આ દરમિયાન એક અલગ દ્રશ્ય જોવા મળ્યું હતું. જે પરેડનું નેતૃત્વ તેઓ કરી રહ્યા હતા ત્યાં તેમના માતા પણ હાજર હતા. તેમના માતા મધુબેન રબારી જુનાગઢ તાલુકા મથક (junagadh police) માં એએસઆઈ તરીકે ફરજ બજાવે છે. જેમણે પરેડ દરમિયાન દીકરાને સેલ્યુટ આપી હતી. ત્યારે એક માતા પુત્રને સલામી આપતા સમયે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. ફરજના ભાગરુપે પણ કેમ ન હોય, પરંતુ માતા માટે આ લાગણી ગર્વની હતી, કે તેમનો દીકરો આવી સફળતા પર હોય. 


રાજ્યકક્ષાની સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં વિશાલ રબારીએ પરેડના કમાન્ડ તરીકેની ફરજ બજાવી હતી. જોગાનુજોગ તેમના માતા મધુબેન પણ અહી હતા. જેથી લોકોને આ લાગણીસભર દ્રષ્ય જોવાની તક મળી હતી. 


ઉલ્લેખનીય છે કે, આવા અનેક કિસ્સા સામે આવતા હોય છે, જેમાં સંતાનો ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન હોય ત્યારે માતાપિતા તેમને સેલ્યુટ કરતા હોય છે. છે. ત્યારે આ પ્રસંગ વિશે વિશાલ રબારીએ કહ્યું કે, મારી માતા જ મારા રોલ મોડલ છે. તેમની મહેનતને કારણે જ હું આ હોદ્દા સુધી પહોંચી શક્યો છું.