ગિરનારમાં આભ ફાટ્યું! ભવનાથમાં પાણીનાં ડરામણાં દૃશ્યો, પર્વત પરથી ધોધ વહેતા થયા
જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ વરસ્યો છે. ગિરનાર પર્વત પરની સીડી પરથી પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો. પર્વત પર પાણી વહેતા હોવાનો દ્રશ્યો લોકોએ કેદ કર્યા હતા.
Gujarat Weather 2024: ગુજરાતમાં હવે ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે મેઘરાજાએ ભાદરવામાં જતા જતા પણ ભુક્કા બોલાવ્યા છે. સતત ત્રીજા દિવસે ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ વરસ્યો છે. ગિરનાર પર્વત પરની સીડી પરથી પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો. પર્વત પર પાણી વહેતા હોવાનો દ્રશ્યો લોકોએ કેદ કર્યા હતા. ગિરનાર પર્વત પરની સીડી પરથી પાણી વહી રહ્યા છે. પર્વત પર પાણી વહેતા હોવાના સુંદર દ્રશ્યો જોવા મળ્યા છે.
ચંદ્ર વાદળોમા ઢંકાયેલો રહેશે તો વાવાઝોડાની શક્યતા! જાણો અંબાલાલની વાવાઝોડાવાળી આગાહી
ગિરનાર પર્વત પર મનમોહક દ્રશ્યો સર્જાતા લોકોમાં ખુશી જોવા મળી. જૂનાગઢ જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે. જૂનાગઢના દામોદર કુંડમાં ઘોડાપુર આવ્યું છે. ઘોડાપુર આવતા પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો. ગિરનગર જંગર અને પર્વત પર 6 ઈંચ જેટલો વરસાદ વરસ્યો. માણાવદરના ખડિયા, સરદારગઢ અને વેકરી ગામમાં વરસાદ વરસ્યો...જૂનાગઢ શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. ભવનાથમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. માંગનાથ રોડ પર પાણી ભરાયા છે. ભવનાથમાં રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે.
આ અધિકારીઓને કોક બદામ ખવડાવો! 10000 રૂપિયા કમાનારને આપી બે કરોડની IT નોટિસ
નવરાત્રિના 6 દિવસ પહેલા જ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસતા ગરબા આયોજકો અને ખેલૈયાઓની ચિંતા વધી છે. અમદાવાદ, જસદણ, ખેડાના નડિયાદ, અમરેલી સહિતના જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદથી વાતાવરણ ઠંડું થયું છે. અમરેલીના વડીયામાં ભારે વરસાદના કારણે લોકી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ. પૂરની સ્થિતિ દરમિયાન પાણીના પ્રવાહને પાર કરતા પશુના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. પાણીના ધસમસતા પ્રવાહને ચીરીને પશુઓ આગળ વધ્યા અને સલામત રીતે સામાકાંઠે આવી ગયા. તો સૌરાષ્ટ્રનો બીજો સૌથી મોટો ડેમ ભાદર-1 ડેમ ઓવરફ્લો થયો છે.
અગ્નિવીરો માટે સૌથી મોટી ખુશખબર! હવે બ્રહ્મોસમાં પણ નોકરીની તક, મળશે આટલું આરક્ષણ
ભાદર ડેમમાં 27 હજાર 575 ક્યુસેક પાણીની આવક થતાં ડેમના દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું હતું. ભાદર ડેમના દરવાજા ખોલતા રાજકોટના જેતપુરની દેરડીની બેઠી ધાબી પાણીમાં ગરકાવ થઈ છે. જેથી લોકોને અવરજવર નહીં કરવાની સૂચના અપાઈ છે. તો નવસારીમાંથી પસાર થતી પૂર્ણા નદીનું જળસ્તર પણ વધ્યું છે. જેથી નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે.