બર્ડ ફ્લુની આશંકાએ જૂનાગઢનું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય એલર્ટ
બર્ડ ફ્લુ વાયરસની આશંકાને લઈને જૂનાગઢનું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય એલર્ટ પર છે. સક્કરબાગ ઝુ દ્વારા આગમચેતીના ભાગરૂપે પક્ષીઓના પાંજરા સેનેટાઈઝ કરવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે અને ઝુના અધિકારીઓ તથા વેટરનરી ડોક્ટર તમામ પક્ષીઓ પર સતત દેખરેખ રાખી રહ્યા છે
સાગર ઠાકર/ જૂનાગઢ: બર્ડ ફ્લુ વાયરસની આશંકાને લઈને જૂનાગઢનું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય એલર્ટ પર છે. સક્કરબાગ ઝુ દ્વારા આગમચેતીના ભાગરૂપે પક્ષીઓના પાંજરા સેનેટાઈઝ કરવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે અને ઝુના અધિકારીઓ તથા વેટરનરી ડોક્ટર તમામ પક્ષીઓ પર સતત દેખરેખ રાખી રહ્યા છે.
આ પણ વાંચો:- રાજ્યમાં કોરોના ટેસ્ટ 1 કરોડને પાર, માત્ર 2.5 લાખ લોકો બન્યા સંક્રમણનો શિકાર
સામાન્ય રીતે કોઈ પક્ષી ઈજાગ્રસ્ત થાય કે અન્ય કોઈ અવસ્થામાં મળી આવે તો તેની દેખરેખ માટે સક્કરબાગમાં લવાતા હતા. ઉત્તરાયણનો પર્વ હોય ત્યારે કરૂણા અભિયાન અંતર્ગત પણ પતંગથી ઈજાગ્રસ્ત પક્ષીઓને સારવાર અર્થે સક્કરબાગમાં લવાતા હતા. પરંતુ હાલ જે રીતે બર્ડ ફ્લુની સંભાવના જણાય રહી છે તેને લઈને સક્કરબાગ ઝુ એલર્ટ છે અને બહારથી કોઈપણ પક્ષીને સક્કરબાગમાં પ્રવેશ આપવામાં નહીં આવે, જો કોઈ પક્ષીને બહારથી લાવવાની ફરજ પડશે તો તેના માટે અલગથી ઝુની બહાર વ્યવસ્થા કરવામાં આવશે.
આ પણ વાંચો:- કચ્છમાં 4.0ની તીવ્રતાના ભૂકંપના આચંકા, છેલ્લા 2 મહિનામાં 70થી વધુ આચંકા
ઉલ્લેખનીય છે કે, સક્કરબાગમાં ભારતીય અને વિદેશી બન્ને જાતોના અંદાજે 300થી વધુ પક્ષીઓ છે, જો બહારથી કોઈ પક્ષીને લાવવામાં આવે અને સંભવતઃ તેમાં બર્ડ ફ્લુના લક્ષણો હોય તો ઝુના પક્ષીઓ સંક્રમિત ન થાય તે હેતુ સાવચેતીના પગલાં લેવાઈ રહ્યા છે અને નિયમિત રીતે પાંજરા સેનેટાઈઝ કરાઈ રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube