જૂનાગઢઃ મિત્રની હત્યા કરી નાશી છુટેલો ભાજપના કોર્પોરેટરનો પુત્ર ગણતરીના કલાકોમાં ઝડપાયો
જૂનાગઢમાં આઠમાં નોરતીના રાત્રે સામાન્ય બોલાચાલીમાં મિત્રની હત્યા કરીને ભાગી ગયેલા હત્યાના આરોપી ભાજપના કોર્પોરેટરના પુત્રની ધરપકડ કરી લેવામાં આવી છે.
જૂનાગઢઃ જૂનાગઢમાં આઠમાં નોરતાની રાત લોહીયાળ બની હતી. જૂની અદાવતમાં વોર્ડ નંબર 15ના ભાજપના કોર્પોરેટર જીવા સોલંકીના પુત્ર હરેશ સોલંકીએ એક યુવકની છરીના ઘા મારી હત્યા કરી હતી. હત્યા કર્યાં બાદ આરોપી નાશી છૂટ્યો હતો. પરંતુ પોલીસે ગણતરીના કલાકમાં તેની ધરપકડ કરી લીધી છે.
જૂનાગઢ વોર્ડ નંબર-15ના ભાજપના કોર્પોરેટર જીવા સોલંકીના પુત્ર હરેશ સોલંકીએ હત્યા કર્યાની ઘટના સામે આવી હતી. સમગ્ર ઘટના મામલે જિલ્લા પોલીસ અધિક્ષક રવીતેજા વાસમ શેટ્ટીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ગત રાત્રીના સમયે મિત્રો સાથે હતા અને નજીવી બાબતે ગાળાગાળી થતા હરેશ સોલંકી ઉકેરાઈ ગયો હતો. તેણે પોતાના મિત્ર જયેશ પાતરને છરીના ચાર ઘા મારતા તેનુ મોત નિપજ્યું હતું. હત્યાની ઘટના બાદના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમા મૃતક છરી વાગ્યા બાદ ભાગે છે. ત્યારે જયેશ પાતર અને હરેશ સોલંકી મોડી રાત સુધી સાથે હતા અને જયેશના ઘરે બેઠા હતા.
આ પણ વાંચોઃ ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો, વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ આપ્યું રાજીનામુ
સામાન્ય બોલાચાલી બાદ હત્યાનો બનાવ બન્યો હતો. હત્યા બાદ આરોપી હરેશ સોલંકી ફરાર થઇ ગયો હતો. જેને ગણતરીની કલાકોમાં ઝડપી લેવામા આવ્યો હતો. હાલ હત્યામાં હરેશ સોલંકીનું નામ સામે આવ્યુ છે. આ ગુનામાં બીજા કોઈને સંડોવણી છે કે નહીં તે તો તપાસ બાદ સામે આવશે. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube