હનીફ ખોખર/જૂનાગઢ: કેશોદની સાબલી નદીમાં ડૂબી જવાથી બે સગા ભાઈ સહિત 3 યુવકના મોત થયા છે. ત્રણ યુવકોના નદીમાં ડુબી જવાને કારણે મોત થતા કેશોદ ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેદરકારી સામે આવ્યાનો ગામ લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. ત્રણ યુવકો એક સાથે નદીમાં ડૂબતા આસપાસના લોકો દ્વારા તેમને બચાવાનો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ ત્રણેયના મોત નિપજ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નદીમા ડૂબવાનાર મૃતકોના નામ
તુષાર રસિક વાઘેલા, ઉંમર 22
તરુણ રસિક વાઘેલા, ઉંમર 19
જતીન હરેશ રાઠોડ, ઉંમર 20


ભરૂચ: વરસાદી પાણીનો નિકાલ ન થતા ખેડૂતોને લાખો રૂપિયાનુ નુકશાન


સૌરાષ્ટ્રમાં વરસાદ સારો થવાને કારણે મોટા ભાગની નદીઓમાં નવા નીર આવ્યા છે, જેથી કેશોદમાં સાબલી નદીમાં રવિવારે નાહવા પટેલા ત્રણ મિત્રો ઉંડા પાણીમાં ગરક થઇ જવાથી મોત થયા હતા. સ્થાનિકો દ્વારા આ અંગે કેશોદ મામલતદાર ઓફિસનો સંપર્ક કરતા તેમનો ફોન આઉટ ઓફ કવરેજ આવ્યો હતો. ત્રણ મૃતકોને મેંદરડા પાસે આવેલી સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડાયા છે. 


જુઓ LIVE TV :