ઝી બ્યૂરો, અમદાવાદઃ જ્યાં ગંદકી હોય છે ત્યાં આ વિશાળકાળ પક્ષી આપોઆપ પહોંચી જાય છે. વાત થઈ રહી છે ગીધની. ગીધ એવું મહાકાય પક્ષી છે જેને કુદરતનો સફાઈ કામદાર પણ કહેવામાં આવે છે. જે કોઈપણ પ્રકારનો પગાર લીધાં આખી જિંદગી વિના ફૂલટાઈમ સફાઈ કામદારનું કામ કર્યા કરે છે. ગુજરાતમાં ગીધની પ્રજાતિ ક્યા કયા વસે છે તે અંગેની ગણતરી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ગણતરી જૂનાગઢ તેમજ ગીર વિસ્તારમાં આવેલા જંગલોથી માંડીને અન્ય જંગલોમાં પણ કરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગીધની ગણતરીઃ
ગીધની ગણતરી માટે જૂનાગઢમાં 13 ટીમ બનાવવામાં આવી છે. ગીધ પક્ષીની સંખ્યા વધારે હોય તેવા સંભવિત સ્થળો પર ગણતરીનું કામ કરવામાં આવી રહ્યું છે. ગીધની ગણતરી કરવા માટે ટીમના સભ્યોને પૂરતી ટ્રેનિંગ પણ આપવામાં આવી છે જેથી ગુજરાતમાં ગીધ કેટલા છે તેનો ચોક્કસ આંકડો મેળવી શકાય. ગીધની અવર-જવર તેમજ સાંકેતિક કોડ, તે કેટલી ઊંચાઈ પર ઉડે છે અને કઈ જગ્યાએ જાય છે તે અંગે અવલોકન કરવામાં આવી રહ્યું છે. ગીધની ગણતરી બાદ રિપોર્ટ વન વિભાગના ઉચ્ચ અધિકારીને સોંપવામાં આવશે. ગીધ શેડ્યુલ વન કક્ષાનું પક્ષી છે. ત્યારે તેની સંખ્યાની જાણકારી મળે તો તેના સંવર્ધન માટે શું કરી શકાય તે અંગે આગામી સમયમાં નિર્ણય લઈ શકાય છે. 


કઈ-કઈ બાબતોનું થશે અવલોકન?
ગીધની અવર-જવર તેમજ સાંકેતિક કોડ, તે કેટલી ઊંચાઈ પર ઉડે છે અને કઈ જગ્યાએ જાય છે તે અંગે અવલોકન કરવામાં આવી રહ્યું છે. ગીધની ગણતરી બાદ રિપોર્ટ વન વિભાગના ઉચ્ચ અધિકારીને સોંપવામાં આવશે. ગીધ શેડ્યુલ વન કક્ષાનું પક્ષી છે ત્યારે તેની સંખ્યાની જાણકારી મળે તો તેના સંવર્ધન માટે શું કરી શકાય તે અંગે આગામી સમયમાં નિર્ણય લઈ શકાય છે.


ગીધ વિશે જાણવા જેવુંઃ
ગીધને અંગ્રેજી ભાષામાં વલ્ચર કહેવાય છે. આ પક્ષીનું કદ વિશાળ હોય છે. આ પક્ષી ઊંચા ઝાડ પર પોતાનું રહેઠાણ એટલે કે માળો બનાવવાનું પસંદ કરે અને આ પક્ષી માંસભક્ષી છે. ગીધનો મુખ્ય ખોરાક પશુ પ્રાણીઓના મૃતદેહ છે. આવા મૃતદેહ શોધવા ગીધ આકાશમાં ઉંચે ઉંચે ઉડે છે. ગામની સીમમાં વેરાન જગ્યા પર પડેલા સડેલા મૃતદેહ ગીધો માટે ઊજાણીનું સ્થળ છે. સડેલા મૃતદેહોની ગંદકીને દૂર કરતા આ પક્ષીને સફાઇ કામદાર તરીકે ઓળખવામાં આવે છે.