જુનાગઢ : જુનાગઢમાં સિંહોની પજવણી અને સિંહોના વીડિયો બાદ હવે મહિલા ફોરેસ્ટ ઓફિસરની સેલ્ફીનો વિવાદ સામે આવ્યો છે. રસિલાબેન વાઢેર નામની મહિલા ઓફિસરે સિંહ સાથેની સેલ્ફી ફેસબુક પર પોસ્ટ કરતા વિવાદનો મધપૂડો છંછેડાયો છે. 


Photos: આ ગુજરાતીઓને સિંહ સાથેની સેલ્ફી લેવાનો શોખ ભારે પડ્યો હતો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ સિંહો સાથેની સેલ્ફીના અનેક મુદ્દા સામે આવ્યા છે. ત્યારે હવે સાસણગીરના અમૃતવેલના મહિલા ફોરેસ્ટની સેલ્ફીનો વિવાદ થયો છે. રસિલાબેન વાઢેર નામની ઓફિસરે સિંહ સાથેની સેલ્ફી ફેસબુક પર પોસ્ટ કરી હતી. જેને કારણે લોકોએ તેમની ટીકા કરી હતી. જોકે, ફેસબુક પર વિવાદ વધતા તેમણે પોતાની આ પોસ્ટ હટાવી દીધી હતી. ત્યારે જોવું એ કહ્યું કે, વન વિભાગ પોતાની જ આ ઓફિસર પર કેવી કાર્યવાહી કરે છે. 


12 નબીરાઓને દારૂ-હુક્કાની મોજ કરવી ભારે પડી, પહોંચી ગઈ પોલીસ


[[{"fid":"196251","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"JunagadhSelfie.jpg","field_file_image_title_text[und][0][value]":"JunagadhSelfie.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"JunagadhSelfie.jpg","field_file_image_title_text[und][0][value]":"JunagadhSelfie.jpg"}},"link_text":false,"attributes":{"alt":"JunagadhSelfie.jpg","title":"JunagadhSelfie.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


ઉલ્લેખનીય છે કે, રસિલાબેનને લેડી ટારઝનનું બિરુદ મળી ચૂક્યુ છે. ગીરના જંગલોમાં સાવજોની સુરક્ષાનું ધ્યાન રાખીને સેંકડો રેસ્ક્યુ ઓપરેશન્સ પાર પાડનારાઓમાં રસીલા વાઢેરનું નામ સામેલ છે. આ મહિલા ફોરેસ્ટ ગાર્ડના શૌર્યની નોંધ તો દેશ-વિદેશમાં લેવાઈ છે. ડિસ્કવરી ચેનલે તેની ઉપર ‘The Lion Queens of India’ ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ બનાવી છે. રસિલા વાઢેરના નામે ૨૦૦૮થી ૨૦૧૩ સુધીમાં ૧૭૩ જેટલાં રેસ્ક્યુ ઓપરેશન્સ, ૩૯૦ વન્ય પ્રાણી છોડવાની કામગીરી, ૧૦૦ વન્ય પ્રાણીઓની સારવાર કરવાનું કામ બોલે છે. તેમની છાપ એક બાહોશ મહિ‌લા અધિકારીની છે. મુશ્કેલ સંજોગોમાં કામગીરી બજાવી છે. જોકે, આવા અધિકારીએ સિંહા સાથેની સેલ્ફી મૂકતા વિવાદ થયો હતો. 


ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, પણ નલિયામાં ઘટી


ગીરના જંગલમાં સિંહો સાથે સેલ્ફી પડાવીને અનેક લોકો વિવાદમાં આવી ચૂક્યા છે. આ લિસ્ટમાં મોરારીબાપુ, રવીન્દ્ર જાડેજા, વિરોધ પક્ષ ના નેતા પરેશ ધાનાણી, સાવરકુંડલા ના ધારાસભ્ય પ્રતાપ દુધાત સહિતના દિગ્ગજોનું નામ સામેલ છે.