અશોક બારોટ /જૂનાગઢ: જૂનાગઢ શહેર તેમજ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી સખત ગરમી અને આકરા તાપ ની અગનવર્ષા વરસી રહી છે, ત્યારે ગરમી વચ્ચે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેરીની મબલખ આવક થવા લાગી છે. યાર્ડના બજાર સમિતિ ઇન્સ્પેકટર હરેશ ગજેરાના જણાવ્યા મુજબ હાલ સરેરાશ 15 હજાર બોક્સની કેરીની આવક થઈ રહી છે અને 400થી 2100ના ભાવથી કેરી વેચાઈ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાંચમા તબક્કાનું મતદાન આવતા સુધીમાં પાસું પલટાયું? સટ્ટા બજારની નવી આગાહી


હાલ યાર્ડમાં કેરી ખરીદવા ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. ઉનાળાની કાળનાદ ગરમી વચ્ચે પણ જૂનાગઢની જનતા કેરીનો સ્વાદ ચાખવાનું ચૂકતા નથી. જો કે કુદરતી આફત અને કમોસમી વરસાદ પવન વચ્ચે પણ કેરીની સારી એવી આવક હાલ થઈ રહી છે. 


શું 4 જૂન બાદ શેર બજાર તોડશે તમામ રેકોર્ડ, PM મોદીની આ વાત છુપાયેલી છે હકિકત


જ્યારે યાર્ડના કેરીના વેપારી રવિભાઈ ફ્રૂટ વાળાના જણાવ્યા મુજબ હાલ કેરીની આવક સારી એવી થઈ રહી છે નબળા માલના હાલના ભાવ નથી પણ સારી કેરી ઊંચા ભાવે વેચાઈ રહી છે, અને હજુ 20 દિવસ સુધી કેરીની સિઝન રહેશે તેમજ કમોસમી વરસાદથી થોડું ઘણું કેરીના પાકને નુકસાન થયું છે, પણ નુકસાની વચ્ચે કેરીની હાલ યાર્ડમાં સારી એવી આવક જોવા મળી રહી છે. 


કહેવા માટે તો આ હોસ્પિટલ છે પરંતુ, અહીં સારવારના નામે લોકોને મળી રહી છે દુવિધા