જુનાગઢ: મહા વાવાઝોડા ને કારણે ગીરનાર પરિક્રમા પર પણ અસર જોવા મળી રહી છે. જૂનાગઢ જિલ્લા કલેકટર દ્વારા ગીરનાર પરિક્રમા 8 નવેમ્બરની રાત્રે જ ખુલ્લી મુકવામાં આવશે તેવો પરિપત્ર કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે ગીરનાર પરિક્રમા નિયત તારીખના ચાર પાંચ દિવસ પહેલાં શરૂ થઈ જતી હોય છે. જો કે આ વખતે મહા વાવાઝોડાને કારણે ગિરનાર પરિક્રમાના માર્ગ ઉપર અને જૂનાગઢમાં વરસાદ પડે તેવી સંભાવનાઓને ધ્યાનમાં રાખી વહીવટી તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. 


રાજકોટ: ભારત-બાંગ્લાદેશના ખેલાડીઓને મળશે આ નાસ્તો, અગાઉ ઉડ઼ાવી હતી મજાક
નથી ટળ્યો 'મહા'નો ખતરો: ગુજરાતનાં આ 6 જિલ્લાની માઠી દશા બેસશે !
ગીરનારની પરિક્રમા માટે સમગ્ર ગુજરાતમાંથી લાખો શ્રદ્ધાળુઓ ગીરનારની તળેટીમાં ઉમટી પડતા હોય છે. ચાર દિવસ પહેલાથી જ આ યાત્રા ચાલુ કરી દેવામાં આવતી હોય છે. જો કે આ વખતે મહા વાવાઝોડાએ સમગ્ર સૌરાષ્ટ્રને ધમરોળી નાખ્યું છે. તેવી સ્થિતીમાં કલેક્ટર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. કલેક્ટર દ્વારા પરિક્રમાના દિવસે જ એટલે કે કારતક સુદ અગિયારસ (08-11-2019) ના દિવસે જ પરિક્રમા રૂટ મોડી રાત્રે ખુલ્લો મુકવામાં આવશે. જેથી વહેલા આવી જતા યાત્રીઓએ તેમની વ્યવસ્થા કરીને આવવા જણાવ્યું હતું.