આફ્રિકામાં ગુજરાતી યુવકનું અપહરણ, જુનાગઢ પોલીસની મદદથી હેમખેમ પાછો આવ્યો દીકરો
Junagadh News : જૂનાગઢ માંગરોળના યુવાનને આફ્રિકામાંથી ભરત લાવવામાં પોલીસને ભજવી ચાવીરૂપ ભૂમિકા... ફરહાન પરમાર નામનો યુવાન આફ્રિકામાં રોજગારી માટે ગયો હતો
Gujaratis In Africa : ગુજરાતીઓનો વિદેશ જવાનો મોહ ખૂટતો નથી. આ મોહમાં અને લાલચમાં જ હવે ગુજરાતીઓ છેતરાઈ રહ્યાં છે. લાખો ગુમાવ્યા હોય, વિદેશમાં જઈને અટવાયા હોય, અપહરણ કરાયા હોવા તેવા કિસ્સા હવે વધી રહ્યાં છે. આવામાં વધુ એક ગુજરાતી યુવકને ગુજરાત પોલીસે અપહરણકારોના ચુંગલમાંથી છોડાવ્યો છે. જૂનાગઢ માંગરોળના યુવાનને આફ્રિકામાંથી ભરત લાવવામાં જુનાગઢ પોલીસે ચાવીરૂપ ભૂમિકા ભજવી છે.
જુનાગઢના માંગરોળનો ફરહાન પરમાર નામનો યુવાન આફ્રિકામાં રોજગારી માટે ગયો હતો. 6 જૂન 2023એ ફરહાન પોતાના પરિવારને દેશમાં આવી રહ્યો છે તેવા ખુશીના સમાચાર આપ્યા હતા. ત્યાર બાદ અચાનક જ તેના પરિવારને 80 લાખની માંગણી કરતો હોવાનો આફ્રિકામાંથી ફોન આવ્યો હતો. તેમજ તેના પરિવારને ધમકી પણ આપવામાં આવી હતી. ફરહાનને હેમખેમ ઈચ્છતા હોય તો 80 લાખ આપવાની ફોનમાં ધમકી અપાઈ હતી. સમગ્ર મામલે પોલીસે વિદેશ મંત્રાલય સાથે સંપર્કમાં રહી જુનાગઢ પોલીસે મહત્વની કામગીરી બજાવી હતી. આખરે ફરહાનનો છુટકારો થયો હતો.
કેનેડા જઈ આવું પણ થાય છે, 500 વિદ્યાર્થીઓનું ભવિષ્ય લટકી ગયું, હવે ના ઘરના ના ઘાટના
માંગરોળનો રહેવાસી ફરહાન પરમાર સાડા ચાર વર્ષથી આફ્રિકામાં રહીને નોકરી હતી. તે કોંગો સિટીમાં કામકાજ કરતો હતો. સાડા ચાર વર્ષથી તેને કોઈ તકલીફ પડી ન હતી. તે આ જુન મહિનામાં પોતાના ઘરે પરત ફરવાનો હતો, આ માટે તેણે પરિવારને પણ જાણ કરી હતી તે પરત આવે છે. પરંતું આ વચ્ચે જ અચાનક ફરહાનના પિતા મુનાફ પરમાર પર એક ફોન આવ્યો હતો. ફોન પર મુનાફભાઈને ધમકી અપાઈ કે, તેમનો પુત્ર ફરહાન તેમના કબજામાં છે, અને 80 લાખ રૂપિયા આપાવામાં આવે તો જ ફરહાનને છોડવામા આવશે. આ જાણીને મુનાફભાઈ ગભરાઈ ગયા, અને તેઓએ જુનાગઢ પોલીસની મદદ લીધી હતી. વાત એવી હતી કે, સ્ટોરના હિસાબમાં ઘટ આવતા અંદાજે 80 લાખ રૂપિયા જમા કરાવવાનું કહ્યું હતું. જે વાત મારા પરિવારને કરતા મારાપિતાએ પોલીસની મદદ માગી હતી.
ગુજરાતીઓને દરેક વેકેશનમાં થાઈલેન્ડ જ કેમ જવું હોય છે? કારણ જાણીને હક્કા બક્કા રહી જશ
આ બાદ જુનાગઢ પોલીસ વડા હર્ષદ મહેતાએ વિદેશ મંત્રાલયનો સંપર્ક સાધ્યો હતો. માંગરોળ પોલીસ સ્ટેશન, ડીવાયએસપી, તત્કાલીન એસપી અને રેન્જ આઈજીએ મામલાની ગંભીરતાને જોતા રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે સંકલન કર્યું હતું. આખરે ફરહાનને છોડાવવામાં જુનાગઢ પોલીસને સફળતા મળી હતી. અંતે 11 ઓગસ્ટે ફરહાન હેમખેમ ઘરે પરત આવ્યો હતો.
ગુજરાતની દીકરીને પાછી આપો, અરિહાને બચાવવા જર્મનીમાં જંગ પર ઉતર્યા ભારતીયો