હનિફ ખોખર, જૂનાગઢ: શહેરમાં એક એવો કિસ્સો ધ્યાનમાં આવ્યો છે જે જોતા લાગે કે માતાની મમતા પણ જાણે મરી પરવારી છે. કચરા પેટીમાંથી નવજાત શિશુ જીવિત અવસ્થામાં મળી આવ્યું છે. શહેરના ડિસ્ટ્રીક્ટ જજ-DySP બંગલા પાસેથી આ શિશુ મળી આવતા ચકચાર મચી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ જૂનાગઢમાં કચરા પેટીમાંથી નવજાત શિશુ મળી આવ્યું હતું.નડિસ્ટ્રીકટ જજ અને DySP બંગલા પાસેથી નવજાત બાળક મળી આવ્યું હતું.  એડવોકેટ પ્રશાંત વ્યાસ અને DySP કમાન્ડોએ બાળકની સારવાર કરાવી હતી. સવારે તાજા જન્મેલા બાળકને કચરાપેટીમાં ત્યજી દેવાની ઘટનાની તરત પોલીસને જાણ કરાઈ હતી.


બેબીબોય ની હાલત તંદુરસ્ત છે. તેમ છતાં સારવાર કરાઈ હતી. બાળકની સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાઇ. બાળકને કોણે અને કયા કારણસર ત્યજી દીધુ તેની તપાસ હાથ ધરવામાં આવી છે.