ગુજરાતમાં જંગલરાજ? અમદાવાદમાં માત્ર 200 રૂપિયા માટે યુવકની જાહેરમાં હત્યા
ઝર જમીન અને જોરૂ ત્રણેય કજિયાના છોરું આ કહેવત જેવી જ ઘટના અમદાવાદમાં બની છે. માત્ર 200 રૂપિયાની નજીવી રકમની લેતીદેતીમાં યુવકની હત્યા કરી નાખવામાં આવી છે. જેમાં પૈસાની લેતીદેતીમાં ઝધડો થયો અને ઝઘડામાં બને વચ્ચે મારમારી થતા યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. નિકોલ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી ધરપકડ કરી.
ઉદય રંજન/અમદાવાદ : ઝર જમીન અને જોરૂ ત્રણેય કજિયાના છોરું આ કહેવત જેવી જ ઘટના અમદાવાદમાં બની છે. માત્ર 200 રૂપિયાની નજીવી રકમની લેતીદેતીમાં યુવકની હત્યા કરી નાખવામાં આવી છે. જેમાં પૈસાની લેતીદેતીમાં ઝધડો થયો અને ઝઘડામાં બને વચ્ચે મારમારી થતા યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. નિકોલ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી ધરપકડ કરી.
સરકારી નોકરીની ભરતી જોઇને લલચાશો નહી, સાયબર ક્રાઇમે કર્યો મોટા કૌભાંડનો પર્દાફાશ
શહેરના છેવાડે આવેલ કઠવાડા પાસે ટેબલી હનુમાન રોડ પર રહેતા યુવક કાળું ચુનારાની હત્યા કરવામાં આવી છે. જેમાં ફરિયાદની વિગતની વાત કરવામાં આવે તો માત્રને માત્ર 200 પૈસાની લેણીદેણીમાં કાળું ચુનારાએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. મૃતકના પાડોશમાં રહેતા રણજીત ચુનારા સાથે રૂપિયા 200ની લેણીદેણી મામલે બન્ને વચ્ચે 10 દિવસ પહેલા ઝધડો થયો હતો. જેમાં કાળું ચુનારાએ રણજીત ગાળો ભાંડી હતી. જેથી રણજીતે ઉશ્કેરાઈ કાળુંને ગડદા પાટુ માર માર્યો. જે બાદ લોહીલુહાણ હાલતમાં રહેલ કાળું હોસ્પિટલમાં લઈ જતા ડૉકટરએ મુત જાહેર કર્યો હતો. જેમાં પોલીસ અકસ્માત મોત ગુનો નોંધી પીએમ રિપોર્ટમાં હત્યા થઈ હોવાનું સામે આવતા નિકોલ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી ધરપકડ કરી.
પ્રેમિકાના હાઇફાઇ શોખ પુરા કરવા માટે યુવક બન્યો ઠગ, આવી રીતે મિત્રોને જ બનાવ્યા ઉલ્લું
માત્ર રૂપિયા 200માં હત્યા કરી દેનાર હત્યારો પાડોશી રણજીત ચુનારાની નિકોલ પોલીસે ધરપકડ કરી છે. આરોપી રણજીત પૂછપરછમાં મૃતક કાળુ ગાળો બોલી હોવાથી ઉશ્કેરાઈ મારમારી કરી હોવાની કબૂલાત કરી છે. પરતું પોલીસ તપાસમાં મારામારી થઈ હતી, ત્યારે આરોપી રણજીતે મૃતક કાળું ધક્કો મારતા જમીન પર પટકાતા પથ્થર વાગી ગયો હતો. જે બાદ આરોપી ફરાર થયો હતો. પકડાયેલ આરોપી છુટક મજૂરી કરતો હોવાથી તેને પૈસાની જરૂર હોવાથી ઉછીના પૈસા માંગવા ગયો હોવાનું સામે આવ્યું છે. જો કે નિકોલ પોલીસે આરોપી ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે કે હત્યા કરવામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ? સાથે જ હત્યા કરવા પાછળ અન્ય કોઈ કારણ છે તે સમગ્ર બાબતે તપાસ તેજ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube