Junior Clerk Exam : ગત 9 એપ્રિલના રોજ રાજ્યભરમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા શાંતિ પૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. તેના બાદ તંત્ર અને ઉમેદવારોએ રાહતનો શ્વાસ લીધો હતો. પેપર ફૂટવાના ડર વચ્ચે પરીક્ષા શાંતિથી યોજાઈ હતી. ત્યારે પંચાયત જુનિયર ક્લાર્કની પરીક્ષાના ઉમેદવારોને રૂ.254 મુસાફરી ભથ્થું આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો. ત્યારે ઉમેદવારોના આ મુસાફરી ભથ્થા અંગે ગુજરાત ગૌણ પસંદગી મંડળ દ્વારા મહત્વની માહિતી મળી છે. ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટ કરીને માહિતી આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટીટોડી, મોર, ચકલી પરથી કેવી રીતે કરાય છે વરસાદની આગાહી, અંબાલાલ પટેલ આપી નવી માહિતી


હમુસખ પટેલે જણાવ્યું કે, જુનિયર ક્લાર્કની પરીક્ષા બાદ ટ્રાવેલ એલાઉન્સ લેવા હજુ ઘણા ઉમેદવારો આવ્યા નથી. ૨૪ મે સુધી ઉમેદવારોને સમય આપવામાં આવ્યો છે. હજી પણ બે દિવસ બાકી છે. તો તમારું મોંઘવારી ભથ્થુ મેળવી લેવું. જુનિયર ક્લાર્કની પરીક્ષા આપનારા 7763 ઉમેદવારો પૈકી માત્ર ૩૯ ઉમેદવારોએ જ પોતાની વિગતો આપી છે. બાકીના ઉમેદવારોના ખાતામાં ભુલ અથવા કોઈ ક્ષતિ હોવાના કારણે રકમ પરત આવેલ છે. પંચાયત સેવા પસંદગી મંડળ દ્રારા ઉમેદવારોને ૨૫૪ રૂપિયા આપવાનો નિર્ણય થયો હતો. એક કરતા વધુ ઉમેદવારોમા એક જ એકાઉન્ટ નંબર હોવાના કારણે હજુ પેમેન્ટ અટક્યા છે. તેથી આ બાબતને ધ્યાનમાં લેવી.


વીઘા જમીનો ધરાવતો પાટીદાર સમાજ હવે ક્રાંતિના માર્ગે, પરિવર્તન લાવવા લેવાયા આ નિર્ણયો


હસમુખ પટેલે કહ્યું કે, 25 ઉમેદવારોનું એક જ એકાઉન્ટ હોય એવું પણ અમારા ધ્યાનમાં આવ્યું છે. આવા કુલ 375 ઉમેદવારો છે. તેમની માહિતીમાં શંકા હોવાથી તેમના નાણાંની ચુકવણી કરાઈ નથી. અત્યાર સુધી કુલ 2 લાખ 64 હજાર ઉમેદવારોને પૈસા ચુકવ્યા છે. 


ઉમેદવારોને રૂ.254 ઉચ્ચક મુસાફરી ભથ્થું આપવાની જાહેરાત કરી
જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિના બનાવ ન બને તે માટે ઉમેદવારોને તેમના રહેઠાણથી દૂરના જિલ્લામાં કેન્દ્ર ફાળવાયાં હતા. ઉપરાંત આ ઉમેદવારોએ બીજી વાર પરીક્ષા આપવા જવાનું હોવાથી સરકારે આ એક પરીક્ષા પૂરતું ખાસ કિસ્સામાં મુસાફરી ખર્ચ આપવાનો નિર્ણય કર્યો હતો. ગત 29 જાન્યુઆરીએ પેપર ફૂટતાં મોકૂફ રખાયેલી પંચાયત જુનિયર ક્લાર્કની પરીક્ષા 9 એપ્રિલના રોજ લેવાઈ હતી. આ પરીક્ષા મોકૂફ રખાયા પછી ફરી વખત ઉમેદવારોને આ પરીક્ષા આપવા જવાનું હોવાથી સરકારે પ્રથમવાર તમામ ઉમેદવારોને રૂ.254 ઉચ્ચક મુસાફરી ભથ્થું આપવાની જાહેરાત કરી હતી. પરીક્ષા પૂર્ણ થયા બાદ હાજર ઉમેદવારોની વિગતો મેળવીને મંડળ દ્વારા 20થી 30 એપ્રિલ દરમિયાન ઉમેદવારના બેંક ખાતામાં રકમ જમા કરાવવામાં આવશે તેવુ જણાવાયુ હતું. 


મંત્ર સાંભળી ગર્ભસ્થ શિશુ મલકાયુ, જામનગરમાં થયા એવા પ્રયોગો કે AI ટેકનોલોજી ભૂલી જશો