Paper Leak News Live Update: વધુ એક વખત જુનિયર ક્લાર્કના પેપર લીકની ઘટના સામે આવી છે. રાજ્ય સરકાર ફરી એકવાર સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં નિષ્ફળ ગઇ છે. પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ 3 જૂનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ પરીક્ષા પહેલા પેપર લીક થતા પરીક્ષા મોકૂફ રખાઇ છે. પોલીસ તપાસ દરમિયાન એક યુવકની ધરપકડ કરી છે. આ યુવક પાસેથી પ્રશ્રપત્રની નકલ પણ મળી આવી હતી. જુનિયર કલાર્કની પરીક્ષા મોકૂફ રખાતા ગુજરાતની એટીએસની કુલ પાંચ ટીમ અન્ય રાજ્યમા તપાસ ચાલું કરી દીધી છે અને કુલ 15 શંકમંદોની પુછપરછ ચાલું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપર લીકનો મામલે એક મોટા સમાચાર મળી રહ્યા છે. આ ઘટનામાં રાજ્ય બહારના તત્વો દ્વારા પેપર લીક કરવામાં આવ્યું છે. વડોદરાથી પેપરનો અમુક ભાગ હોવાની વિગત સામે આવી છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડને પેપરનો અમુક ભાગ મળી પણ આવ્યો છે. પેપર લીકની માહિતી મળતાં પેપર રદ કરવાનો નિર્ણય લેવાયો છે. રાજ્ય બહારની ગેંગની સંડોવણી હોવાની પ્રાથમિક વિગત સામે આવી છે.


બોર્ડના સભ્ય રાજીકા કચેરિયાનો મોટો દાવો
આજે યોજાવનારી જૂનિયર ક્લાર્કની પરીક્ષા રદ થતાં વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે બોર્ડના સભ્ય રાજીકા કચેરિયાએ મોટો દાવો કર્યો હતો. કચેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાત બહારની ટોળકીએ પેપર ફોડ્યું છે. પોલીસ વિભાગે એક શખ્સને ઝડપ્યો છે. કોઈ પણ પ્રકારની ગેરરીતિ ચલાવવા માગતા નથી. તમામ જવાબદાર લોકોને દંડ મળશે. પોલીસે એક શખ્સની ધરપકડ કરતા ખુલાસો થયો છે. પોલીસ તપાસ બાદ સમગ્ર મામલો બહાર આવશે. ગેરસમજ ન થાય તે માટે પરીક્ષા રદ કરાઈ છે. સરકારને આ જગ્યા ભરવાની છે, ફરીથી પરીક્ષા યોજાશે. લાયકાત ધરાવે છે તે લોકોની જ ભરતી થશે. પેપર ધરાવતા લોકોની ભરતી થવાની નથી. 



પેપર ફોડનાર એજન્ટ વિશે પહેલાથી કરી હતી જાણ: યુવરાજ સિંહ
વધુ એક વખત જુનિયર ક્લાર્કના પેપર લીકની ઘટના સામે આવતા વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે મોટા દાવો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે, પેપર લીક કરના એજન્ટ મામલે તંત્રનું પહેલાથી જ ધ્યાન દોરવામાં આવ્યું હતું. પરંતુ ફરી એકવાર કોઇ પગલા ન લેવાતા આખરે 9 લાખથી વધુ પરીક્ષાર્થીઓની મહેનત પર પાણી ફરી વળ્યું છે. 


પરીક્ષાર્થીઓએ એસટી બસ માટે ટિકિટ લેવાની જરૂર નહિ
પંચાયત સેવા  પસંદગી સેવા મંડળનું પેપર લીક થતાં સાડા નવ લાખ પરીક્ષાર્થીઓ રઝડી પડ્યાં છે. દરેક એસ ટી ડેપો પર પરીક્ષાર્થીઓની ભીડ જોવા મળી રહી છે. ત્યારે પરીક્ષાર્થીઓને રાહત આપવા માટે પંચાયત સેવા પસંદગી મંડળે મહત્વની જાહેરાત કરી છે. એસટી બસમાં પ્રવાસ કરતા  પરીક્ષાર્થીઓએ  પરત જવા માટે એસટીની ટિકિટ નહિ લેવી પડે. જુનિયર ક્લાર્કની પરીક્ષા આપનાર પરીક્ષાર્થીઓને પરત જવા માટે એસટીમાં નિશુલ્ક પ્રવાસની જાહેરાત કરી છે. 


મહીસાગરમાં વિધાર્થીઓનો આકોશ 
જુનિયર કલાર્કની પરીક્ષા રદ થતા વિધાર્થીઓનો આક્રોશ ફાટી નીકળ્યો છે. લુણાવાડા ખાતે આવેલા વિદ્યાર્થીઓએ બસ સ્ટેન્ડ પર ચક્કાજામ કર્યો હતો. અવાર નવાર પેપર ફૂટતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ છે. ત્યારે બસ રોકી ચક્કા જામ કર્યો છે. આ સિવાય પરીક્ષા મોકૂફ થતા પરીક્ષાર્થીઓએ સૂત્રોચ્ચાર કર્યા. સૂત્રોચ્ચાર સાથે ગોધરા બસ સ્ટેન્ડમાં પણ ચક્કા જામ કરવાના પ્રયાસ થયો છે. ગોધરા ખાતે પરીક્ષા આપવા આવેલા પરીક્ષાર્થીઓએ બસ સ્ટેશનમાં સૂત્રોચ્ચાર કર્યા. 



તમામ બસ ડેપોમાં ભારે ભીડ
ફરી વધુ એક સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર લીક થતાં પરીક્ષાર્થીઓ કડકડતી ઠંડીમાં રઝળી પડ્યાં છે. તમામ એસટી ડેપોમાં પરીક્ષાર્થીઓની ભીડ જોવા મળી રહી છે. અમદાવામાં ગીતા મંદિર બસ સ્ટોપ પર પરીક્ષાર્થીઓની ભીડ જોવા મળી રહી છે. અચાનક પરીક્ષા રદ થતાં લાખો વિદ્યાર્થી એસ ટી ડેપોમાં અટવાયા છે. સાડ નવ લાખ વિદ્યાર્થીની મહેનત પાણીમાં જતાં વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે..



મહત્વનું છે કે, આજે 11થી 12 વાગ્યા સુધી જૂનિયર ક્લાર્કની પરીક્ષા યોજાવવાની હતી.. આજે 9 લાખ 53 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતા... જોકે એક શખ્સ પેપર સાથે પકડાતા પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરાયો... વહેલી સવારે પેપર ફૂટવાની જાણ થતા પરીક્ષાર્થીઓ દુઃખી થયા છે.


ઉલ્લેખનીય છે કે, આજે 11 કલાકે જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાવાની હતી. 1185 જગ્યા માટે પરીક્ષા લેવાની હતી. 9 લાખ 53 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપવાના હતા. 2995 પરીક્ષા કેન્દ્ર પર તૈયારી કરવામાં આવી હતી. 31,794 વર્ગ ખંડમાં પરીક્ષાનું આયોજન કરાયું હતું. 7500 જેટલા પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત ગોઠવાયો હતો. પરંતુ પેપર રદ થતાં સમગ્ર આયોજન પર પાણી ફરી વળ્યું છે.


મહેનત કરતાં ઉમેદવારોનો શું વાંક?
8 જાન્યુઆરીએ જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાની જાહેરાત
21 ડિસેમ્બરે પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો
8 જાન્યુઆરીના બદલે 29 જાન્યુઆરીએ પરીક્ષાની જાહેરાત કરી