જુનિયર ક્લાર્કની પરીક્ષા બાદ નથી મળ્યું મુસાફરી ભથ્થુ? હસમુખ પટેલે આપી આ માહિતી
Junior Clerk Exam News : સરકારે પ્રથમવાર તમામ ઉમેદવારોને રૂ.254 ઉચ્ચક મુસાફરી ભથ્થું આપવાની જાહેરાત કરી હતી... અનેક ઉમેદવારોએ નાણાં ન મળ્યાના આક્ષેપ કર્યાં છે
Junior Clerk Exam : ગત 9 એપ્રિલના રોજ રાજ્યભરમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા શાંતિ પૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. તેના બાદ તંત્ર અને ઉમેદવારોએ રાહતનો શ્વાસ લીધો હતો. પેપર ફૂટવાના ડર વચ્ચે પરીક્ષા શાંતિથી યોજાઈ હતી. ત્યારે પંચાયત જુનિયર ક્લાર્કની પરીક્ષાના ઉમેદવારોને રૂ.254 મોંઘવારી ભથ્થું આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો. હાલ જુનિયર ક્લાર્કના ઉમેદવારોને રૂપિયા મળતા ન હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. ત્યારે આ મામલે પંચાયત પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે આ વિશે માહિતી આપી.
જુનિયર ક્લાર્કના ઉમેદવારોને પૈસા ન મળવા બાબતે હસમુખ પટેલે ખુલાસો કર્યો કે, જુનિયર ક્લાર્કની પરીક્ષા આપનાર 1 લાખ ઉમેદવારોએ ફોર્મ સાથે બેંક ડિટેઇલ ભરેલ નથી. 7700 જેટલા એકાઉન્ટમાં રૂપિયા પરત આવ્યા છે. એનું વેરીફિકેશન પછી કરશું. તેમજ એક જ એકાઉન્ટમા એક કરતા વધુ ઉમેદવારોના નામ છે. આ કારણે વેરિફિકેશન કરવાનું જરૂરી છે. એક જ ઉમેદવારના નામ હોવાથી 12597 નામોના નાણાં એકાઉન્ટ વેરીફિકેશન બાદ જ જમા કરવામાં આવશે.
વધુ એક સરકારી ભરતી માટે TAT પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારથી ફોર્મ ભરાશે
હસમુખ પટેલે કહ્યું કે, 25 ઉમેદવારોનું એક જ એકાઉન્ટ હોય એવું પણ અમારા ધ્યાનમાં આવ્યું છે. આવા કુલ 375 ઉમેદવારો છે. તેમની માહિતીમાં શંકા હોવાથી તેમના નાણાંની ચુકવણી કરાઈ નથી. અત્યાર સુધી કુલ 2 લાખ 64 હજાર ઉમેદવારોને પૈસા ચુકવ્યા છે.
ઉમેદવારોને રૂ.254 ઉચ્ચક મુસાફરી ભથ્થું આપવાની જાહેરાત કરી
જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિના બનાવ ન બને તે માટે ઉમેદવારોને તેમના રહેઠાણથી દૂરના જિલ્લામાં કેન્દ્ર ફાળવાયાં હતા. ઉપરાંત આ ઉમેદવારોએ બીજી વાર પરીક્ષા આપવા જવાનું હોવાથી સરકારે આ એક પરીક્ષા પૂરતું ખાસ કિસ્સામાં મુસાફરી ખર્ચ આપવાનો નિર્ણય કર્યો હતો. ગત 29 જાન્યુઆરીએ પેપર ફૂટતાં મોકૂફ રખાયેલી પંચાયત જુનિયર ક્લાર્કની પરીક્ષા 9 એપ્રિલના રોજ લેવાઈ હતી. આ પરીક્ષા મોકૂફ રખાયા પછી ફરી વખત ઉમેદવારોને આ પરીક્ષા આપવા જવાનું હોવાથી સરકારે પ્રથમવાર તમામ ઉમેદવારોને રૂ.254 ઉચ્ચક મુસાફરી ભથ્થું આપવાની જાહેરાત કરી હતી. પરીક્ષા પૂર્ણ થયા બાદ હાજર ઉમેદવારોની વિગતો મેળવીને મંડળ દ્વારા 20થી 30 એપ્રિલ દરમિયાન ઉમેદવારના બેંક ખાતામાં રકમ જમા કરાવવામાં આવશે તેવુ જણાવાયુ હતું.
ડમીકાંડમાં મોટો ખુલાસો! યુવરાજસિંહ જાડેજાના લાખોના વહીવટની ડાયરીએ ખોલ્યા તમામ રાઝ