તો શું JEE નું પેપર પણ ફૂટશે? પેપર ફોડનારા આરોપીની સંસ્થાને અપાયું છે JEE ની પરીક્ષાનું કેન્દ્ર
Gujarat Paper Leak Scam : શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે જુનિયર ક્લર્કનું પેપર ફોડનારા આરોપી... હાર્દિક શર્મા પંચામૃત નર્સિંગ કોલેજ અને કેતન બારોટ છે દિશા કન્સલ્ટન્સીનો માલિક... તો ભાસ્કર ચૌધરીની સંસ્થાને અપાયુ છે JEEની પરીક્ષાનું કેન્દ્ર...
Paper Leak News Live Update : ગુજરાતમાં સરકારી પરીક્ષાનું પેપર ફોડનાર 15ની ધરપકડ કરાઈ છે. જ્યારે એકની ધરપકડ માટે ATSની ટીમ ઓડિશા પહોંચી છે. ગુજરાતના 5 અને અન્ય રાજ્યના 10 આરોપીની ધરપકડ કરાઈ છે. વડોદરાના બે આરોપી, અરવલ્લીનો એક આરોપી અને સુરતના એક આરોપીની ધરપકડ કરાઈ છે. જ્યારે એક આરોપી પશ્ચિમ બંગાળ અને એક આરોપી ઓડિશાનો છે..જ્યારે આ સિવાયના તમામ આરોપી બિહારના છે. આ તમામ આરોપીની પૂછપરછમાં નવા અનેક ખુલાસા થઈ શકે છે. ઉલ્લેખનીય છે સાબરકાંઠાનો એક આરોપી મેડિકલ કોલેજ સાથે સંકળાયેલો છે. જ્યારે અરવલ્લીના બાયડનો કેતન બારોટ વૈભવી જીવન જીવે છે. કેતન બારોટ અમદાવાદ અને બાયડમાં કરોડો રૂપિયાની સંપતિ ધરાવે છે. ત્યારે પેપરલીક કાંડ મામલે સૌથી મોટા સમાચાર તો એ છે કે, આ આરોપીઓ શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. આરોપી હાર્દિક શર્મા નર્સિંગ કોલેજનો માલિક છે. આરોપી કેતન બારોટ દિશા કન્સલ્ટન્સીનો MD છે, જે અમદાવાદના નવરંગપુરામાં વિસ્તારમાં આવેલી છે. સાથે ઝી 24 કલાક પાસે એ પણ માહિતી સામે આવી કે, આરોપી ભાસ્કર ચૌધરીની સંસ્થાને જ JEEની પરીક્ષાનુ કેન્દ્ર ફાળવાયું છે.
પેપર લીક કૌભાંડ મામલે સૌથી મોટા સમાચાર એ છે કે, ભાસ્કર ચૌધરીની સંસ્થામાં JEEની પરીક્ષા યોજાવાની છે. ભાસ્કર ચૌધરીની સંસ્થાને જેઈઈની પરીક્ષા માટે કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે. 1લી ફેબ્રુઆરીએ રાજ્યભરમાં JEEની પરીક્ષા યોજાવાની છે. તો બીજી તરફ, ભાસ્કર ચૌધરી પેપરલીક કાંડનો મુખ્ય આરોપી છે. આવામાં ભાસ્કર ચૌધરીની સંસ્થાને સેન્ટર આપવું કેટલું યોગ્ય ગણાય.
આ પણ વાંચો :
પેપરલીકમાં મોટો ખુલાસો : પેપર પ્રિન્ટીંગ પ્રેસથી સૌથી પહેલા કોના હાથમાં પહોંચ્યું?
શંકરસિંહ વાઘેલા ભાજપ સરકાર પર બગડ્યા : પેપરલીક પર આપ્યું મોટું નિવેદન
આ ઘટના અનેક સવાલો ઉભા કરે છે, જેમ કેમ આવી પેપર ફોડિયા સંસ્થાને કેમ ફાળવાયું સેન્ટર? જો જુનિયર ક્લાર્કની પરીક્ષાની જેમ JEEની પરીક્ષાનું પેપર નહીં ફુટે તેની શું ખાતરી? આવી સંસ્થામાં કેન્દ્ર ફાળવવું કેટલું યોગ્ય? સંસ્થાને સીલ મારી દેવાયુ, તો હવે JEEની પરીક્ષાનું શું? આવી સંસ્થાઓમાં ક્યાં સુધી પરીક્ષાઓ લેવાતી રહેશે? જો સરકાર વહેલીતકે કોઈ નિર્ણય લે તો સારું.
જુનિયર ક્લર્કની પરીક્ષાનું પેપર કેવી રીતે ફૂટ્યું?
ઓડીશાની પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર ફૂટ્યું----
પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરનાર જીત નાયકે પેપર ફોડ્યું---
જીત નાયક પૈસાની લાલચમાં પેપર પ્રદીપ નાયકને આપ્યું--
પેપર મળ્યા બાદ પ્રદીપ નાયકે ઓડીશાના સરોજનો સંપર્ક કર્યો---
સરોજના સાગરીતો મારફતે ગુજરાતમાં પેપર વેચવાની ચેનલ બનાવી---
મોરારી, કમલેશ, ફિરોઝ, સર્વેશ મિન્ટુકુમાર, પ્રભાત, મુકેશની સામેલ કર્યા--
પેપર વેચવા માટે વડોદરાના ભાસ્કર ચૌધરી, અમદાવાદના કેતન બારોટનો સંપર્ક કર્યો--
ભાસ્કર ચૌધરી, કેતન બારોટે પેપર વેચવાની તૈયારી બતાવી
તમામ આરોપી પેપર સોપવા માટે બિહારથી વડોદરા આવવા રવાના થયા---
સુરતમાં રહેતો મૂળ ઓડીશાનો નરેશ મોહંતી પણ જોડાયો---
ગુજરાતના એજન્ટ હાર્દિક શર્મા, પ્રણવ શર્મા, અનિકેત ભટ્ટ, રાજ બારોટને વડોદરા બોલાવ્યા---
ભાસ્કર ચૌધરીની સ્ટેકવાઈઝ ટેકનોલોજીની ઓફિસમાં આરોપી ભેગા થયા--
ATSએ સુરત ક્રાઈમ બ્રાંચ, વડોદરા SGOને સાથે રાખી રેડ કરી--
આ છે પેપર ફોડનારી ગેંગ, તમામ 16 આરોપીઓની કરમકુંડળી સામે આવી ગઈ