બસ હવે આ બાકી હતું? પાટણમાં ચાર-પાંચ લીંબુ મુદ્દે બે પરિવારો વચ્ચે ધીંગાણું, ફરિયાદ થતા પોલીસ પણ દોડતી થઇ
હાલ લીંબુના કારણે ગરીબ હોય કે અમીર દરેક વ્યક્તિ દાઝી રહ્યો છે. મોંઘવારીનો વિકાસ એવો થઇ રહ્યો છે કે, તેની પાસે અન્ય તમામ વિકાસના માપદંડો ટુંકા પડી રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં ગેસનો બાટલો હોય કે પછી શાકભાજી દરેકની કિંમત સાંભળીને જ જેવો તેવો બેભાઇ થઇ જાય તેવી સ્થિતિ છે. તેવામાં લીંબુના વધેલા ભાવ ગૃહીણીઓનાં બજેટ બગાડી શકે તે ખુબ જ સામાન્ય બાબત છે. પરંતુ શું લીંબુના કારણે પરિવારમાં ઝગડો થાય તેવું તમે વિચારી શકો ખરા?
પાટણ : હાલ લીંબુના કારણે ગરીબ હોય કે અમીર દરેક વ્યક્તિ દાઝી રહ્યો છે. મોંઘવારીનો વિકાસ એવો થઇ રહ્યો છે કે, તેની પાસે અન્ય તમામ વિકાસના માપદંડો ટુંકા પડી રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં ગેસનો બાટલો હોય કે પછી શાકભાજી દરેકની કિંમત સાંભળીને જ જેવો તેવો બેભાઇ થઇ જાય તેવી સ્થિતિ છે. તેવામાં લીંબુના વધેલા ભાવ ગૃહીણીઓનાં બજેટ બગાડી શકે તે ખુબ જ સામાન્ય બાબત છે. પરંતુ શું લીંબુના કારણે પરિવારમાં ઝગડો થાય તેવું તમે વિચારી શકો ખરા?
ગુજરાતમાં ડ્રગ્સ બાદ હવે તમંચે પે ડિસ્કો? નાની સુના લશ્કર પાસે હોય તેટલા હથિયારો ઝડપાયા
પાટણમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક મહિલાએ ઝગડાની ફરિયાદ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવી છે અને ઝગડાનું કારણ લીંબુ બન્યું છે. પાટણ જિલ્લાના હારીજના કાઠી ગામમાં લીંબુને લઇને ફરિયાદ થઇ છે. હંસાબેન ઠાકોર નામની મહિલાનો આરોપ છે કે, તેમના પાડોશીએ ચાર પાંચ લીંબુ માટે તેમને ઢોર માર માર્યો હતો. તેમના પાડોશીએ પહેલા આરોપ લગાવ્યો કે તમારી છોકરી મારા ઘરેથી લીંબુ લઇ ગઇ હતી. તે પાછા આપો. જો કે મહિલાએ જણાવ્યું કે, મારી દિકરી ક્યારે પણ તમારી પાસેથી લીંબુ લઇ નથી ગઇ તે પાછા કેમ આપીએ.
મહેસાણા કોર્ટે મંજૂરી વગર રેલી યોજનારા મેવાણી સહિતના 10 લોકોને 3 મહિનાની સજા ફટકારી
આ મુદ્દે બંન્ને પાડોશીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જેથી ઉશ્કેરાયેલી પાડોશી મહિલાએ પોતાના પતિને બોલાવ્યો હતો અને ત્યાર બાદ પતિ અને પત્નીએ મળીને હંસાબેન ઠાકોરને માર માર્યો હતો. આ પ્રકારે ચાર પાંચ લીંબુનો મુદ્દો લોહીયાળ બન્યો હતો. હાલ તો હારીજ પોલીસ સ્ટેશનમાં અનિતા ઠાકોર તેમજ શૈલેષ ઠાકોર (રહે. કાઠી ગામ) વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઇ છે. હાલ તો આ લીંબુનો મુદ્દો હવે લોહીયાળ બન્યો છે. 200 થી 300 રૂપિયે કિલો મોંઘા લીંબુ હવે પરિવારો અને પાડોશીઓ વચ્ચે ઝગડાનું કારણ બની રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube