Justice For Kajal : મોડાસા કાંડમાં ન્યાય માટે બોલિવૂડ એક્ટર રિતેશ દેશમુખ મેદાને, ટ્વીટ કરીને કહ્યું કે...
Justice For Kajal: ગુજરાતમાં મોડાસામાં દલિત સમાજની દીકરી પર થયેલા અત્યાચારની ઘટના છેલ્લા કેટલાક સમયથી ગાજી રહી છે. અહીં સાયરા(અમરાપુર) ગામની 19 વર્ષીય કોલેજિયન યુવતી 31મી ડિસેમ્બરે ગુમ થઈ હતી અને પછી ઝાડ પરથી તેની લટકતી લાશ મળી હતી.
મોડાસા : ગુજરાતમાં મોડાસામાં દલિત સમાજની દીકરી પર થયેલા અત્યાચારની ઘટના છેલ્લા કેટલાક સમયથી ગાજી રહી છે. અહીં સાયરા(અમરાપુર) ગામની 19 વર્ષીય કોલેજિયન યુવતી 31મી ડિસેમ્બરે ગુમ થઈ હતી. રવિવારે સવારે સાયરા ગામની સીમમાં વડ પરથી લટકતી હાલતમાં લાશને ઉતારવામાં આવી હતી પરંતુ તેની અંતિમક્રિયા કરાઈ ન હતી. અમદાવાદ ખાતે મંગળવારે રાત્રે લાશ ખસેડાઈ હતી અને બુધવારે ફોરેન્સિક પીએમ કરાયું હતું. આખરે તેના માતાપિતાની તબીયત લથડતા મૃતદેહ સ્વીકાર્યો હતો અને ગુરુવારે તેના ગામમાં તેની અંતિમવિધિ કરાઈ હતી અને દફનવિધિ કરાઈ હતી.
ગુરુવારે સવારે યુવતીની અંતિમ ક્રિયામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. લોકોએ આક્રોશપૂર્વક દુષ્કર્મી અને તેના હત્યારાઓને ઝડપથી પકડી જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે અને કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી ગુનેગારોને ફાંસીની સજા કરવામાં આવી હોવાની માંગ કરી હતી. આ મામલાનો વિવાદ વકરી રહ્યો છે ત્યારે બોલિવૂડ એક્ટર રિતેશ દેશમુખે યુવતીને ન્યાય અપાવવાના ભાગરૂપે સણસણતું ટ્વીટ કર્યુ છે.
નડિયાદના સંતરામ મંદિરમાં રાજ્યના ખૂણેખૂણામાંથી લોકો આવીને ઉછાળે છે હજારો બોર, કારણ છે જબરદસ્ત
મોડાસાના સાયરા(અમરાપુર)ની પાંચ દિવસથી ગુમ યુવતીની લાશ ઝાડ પર લટકતી હાલતમાં રવિવારે લાશ મળી આવતાં યુવતીના પરિજનો તથા અનુસૂચિત જાતિ સમાજે આરોપીઓ સામે દુષ્કર્મ અને હત્યાનો ગુનો નોંધ્યા પછી જ લાશ સ્વીકારવાની માંગ કરી હતી. પણ પોલીસે માંગણી ન સ્વીકારતાં અનુસૂચિત જાતિ સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો.
સોમવાર 6 જાન્યુઆરીએ સમાજે મોડાસામાં ચક્કાજામ અને પીએચસીની બહાર આખી રાત ધરણા કરી પોલીસ સામે આક્રોશ દર્શાવ્યો હતો. આખરે પોલીસ માગણી સામે ઝુકી હતી અને પરિવારની માગણી ચાર વિરુદ્ધ, અપહરણ, દુષ્કર્મ, હત્યા અને એટ્રોસિટી એક્ટ મુજબ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશને ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ મામલામાં આરોપી તરીકે બિમલભાઈ ભરતભાઇ ભરવાડ, દર્શન ભરવાડ, સતિષભાઈ ભરવાડ અને જીગર વિરૂદ્ધ રેપ વિથ મર્ડરનો આરોપ નોંધવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...