દાહોદ: જિલ્લાની એક શાળામાં આચાર્ય દ્વારા શાળાની શિક્ષિકાને પ્રેમના પાઠ શીખવતા હોવાનો વીડિયો વાઈરલ થયો છે. આચાર્યએ શાળાના ક્લાસરૂમમાં જ શિક્ષિકા સાથે પ્રેમના પાઠ શરૂ કરી દીધા હતા. ત્યારે આ વીડિયો વાઈરલ થતાં શિક્ષણ જગતમાં ખળભળાટ મચ્યો છે. આ વીડિયો સંજેલી તાલુકાની ભામણ ગામની પ્રાથમિક શાળાનો હોવાની ચર્ચા ચાલી રહી છે ત્યારે આ વીડિયોને લઈને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તપાસના આદેશ આપ્યા છે. 


[[{"fid":"188802","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Dahod-School","field_file_image_title_text[und][0][value]":"Dahod-School"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Dahod-School","field_file_image_title_text[und][0][value]":"Dahod-School"}},"link_text":false,"attributes":{"alt":"Dahod-School","title":"Dahod-School","class":"media-element file-default","data-delta":"1"}}]]આ સમગ્ર ઘટના પરથી એ જ સવાલ થઈ રહ્યો છે કે શું શાળાની શિક્ષિકાને પોતાની જવાબદારીનું ભાન નથી. આવી તો કેવી રીતે આચાર્ય અને શિક્ષિકા શાળામાં જ કામલીલામાં લાગી જાય છે. કેમ આ હદે બેજવાબદાર બન્યાં છે શાળાના આચાર્ય ? શું આચાર્ય નૈતિક જવાબદારી પણ ભૂલી ગયા છે ? ત્યારે નાનકડા બાળકોની શાળામાં આ હદની હરકત ચલાવી લેવાય ખરી ? જ્યારે શાળામાં જ આવી હરકતો ચાલી રહી છે.