આ શૈક્ષણિક સંસ્થાએ 1744 વિદ્યાર્થીઓને 1.27 કરોડની સ્કોલરશીપ એનાયત કરી
સર્વ વિદ્યાલય કેળવણી મંડળના પૂર્વ ચેરમેન માણેકલાલ એમ. પટેલની સાતમી પુણ્યતિથિ નિમિત્તે કડી-ગાંધીનગરના 1744 વિદ્યાર્થીઓને 1.27 કરોડની સ્કોલરશીપ એનાયત એ.એચ. મલ્ટીપલ ઈન્ડોર સ્ટેડિયમ હોલ, કડી કેમ્પસ, કડી મુકામે સવારે 9.૦૦ કલાકે વિદ્યાર્થીઓને ટ્રસ્ટી મંડળના સભ્યો, સહિત દાતાશ્રીઓના હસ્તે વિદ્યાર્થીઓને સ્કોલરશીપ એનાયત કરવામાં આવી હતી.
કડી: સર્વ વિદ્યાલય કેળવણી મંડળના પૂર્વ ચેરમેન માણેકલાલ એમ. પટેલની સાતમી પુણ્યતિથિ નિમિત્તે કડી-ગાંધીનગરના 1744 વિદ્યાર્થીઓને 1.27 કરોડની સ્કોલરશીપ એનાયત એ.એચ. મલ્ટીપલ ઈન્ડોર સ્ટેડિયમ હોલ, કડી કેમ્પસ, કડી મુકામે સવારે 9.૦૦ કલાકે વિદ્યાર્થીઓને ટ્રસ્ટી મંડળના સભ્યો, સહિત દાતાશ્રીઓના હસ્તે વિદ્યાર્થીઓને સ્કોલરશીપ એનાયત કરવામાં આવી હતી.
વર્તમાન ચેરમેન વલ્લભભાઈ એમ. પટેલ પૂર્વ ચેરમેન માણેકલાલ પટેલના સ્મૃતિમાં 12 જાન્યુઆરી 2013 પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષે માણેકલાલ એમ પટેલ મેમોરીયલ સ્કોલરશીપ તેમની સ્મૃતિમાં યોજવામાં આવે છે. આ દિવસે વિદ્યાર્થીઓને સંસ્થાના ટ્ર્સ્ટીશ્રીઓ અને દાતાશ્રીઓના હસ્તે વિદ્યાર્થીઓને સ્કોરશીપ એનાયત કરાય છે. આ સ્કોલરશીપને બે ભાગમાં વહેંચવામાં આવી છે.
સુરત: પાસની ટીમે તાપી નદીના પટમાં ઝડપી દારૂની ભઠ્ઠી, પોલીસ પર ઉઠ્યા સવાલ
જેમાં મેરીટ આધારીત વિદ્યાર્થીઓને માણેકલાલ એમ. પટેલ મેમોરીયલ મેરીટ સ્કોલરશીપ એનાયત કરવામાં આવે છે. જેની સંખ્યા આ વર્ષે 844 છે. જ્યારે આર્થિક રીતે અસક્ષમ વિદ્યાર્થીઓને માણેકલાલ એમ. પટેલ મીન્સ સ્કોલરશીપના નામે તેમને આર્થિક સહાયરૂપે (ફી માફી) સ્કોલરશીપ એનાયત કરવામાં આવે છે. મીન્સ સ્કોલરશીપ વિદ્યાર્થીઓની સંખ્યા 900 છે. જેમને ઉપસ્થિત દાતાશ્રીઓ હસ્તે સ્કોલરશીપ એનાયત કરવામાં આવી હતી.
દાતાઓમાં વિષ્ણુભાઈ પટેલે માણેકલાલ પટેલને યાદ કરતાં જણાવ્યું હતું કે, માણેકલાલ હંમેશા કહેતાં કે દાન આપવું હોય તો શિક્ષણક્ષેત્રમાં આપવું. સમાજ દેશને ઘડવામાં સહાયક બને છે. જેનું ફળ પેઢી દર પેઢી મળે છે. જ્યારે ભગુભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આવી પહેલી ખાનગી સંસ્થા હશે જે વિદ્યાર્થીઓના હીતને ધ્યાને રાખીને કામગીરી કરે છે. છેલ્લા સાત વર્ષથી મોટી રકમ વિદ્યાર્થીઓ માટે ફાળવે છે. અમને ગર્વ છે કે અહીંના વિદ્યાર્થી સંસ્થા તથા શિક્ષણનું ઋણ અદાકરે છે.
અમદાવાદ: બોગસ કોલસેન્ટર શરૂ કરી ડોલરમાં કરતા કમાણી બે લોકો઼ ઝડપાયા
કડી સર્વ વિદ્યાલયના ચેરમેન વલ્લભભાઈ એમ. પટેલે જણાવ્યું હતું કે, સંસ્થાની સ્થાપનાથી સ્વીકારે છે કે, “શિક્ષણ જ સાચી સેવા છે.” તથા છગનભા દ્વારા આપવામાં આવેલ “કર ભલા હોગા ભલા” સૂત્રને સાર્થક કરવામાં સંસ્થાના દરેક ટ્રસ્ટી મંડળના સભ્યો, સહિત શિક્ષકો અથાગ પ્રયાસ કરે છે. પૂર્વ વિદ્યાર્થીઓ અને દાતાશ્રીઓ દ્વારા સંસ્થાના વિચારની પૂર્તિ કરવામાં પાછીપાની કરતાં નથી.
વધુમાં તેઓએ સ્કોરલરશીપ મેળવનાર વિદ્યાર્થીઓને ઉદ્દેશીને કહ્યું હતું કે, સ્કોલરશીપ મેળવનાર વિદ્યાર્થીની આજથી જવાબદારી બમણી થાય છે. આ સાથે સમાજની અપેક્ષા તમારાથી ઘણી વધે છે. જેને પૂર્ણ કરવા હવે તમારે વધુ મહેનત કરવાની રહેશે. પૂર્વ ચેરમેનશ્રી સ્વ.માણેકલાલ પટેલને યાદ કરતાં કહ્યું હતું કે, એમનાં વિચારોને ચરિતાર્થ કરવા એ જ સાચી શ્રદ્ધાંજલિ છે.