Jamnagar News મુસ્તાક દલ/જામનગર : આગામી તારીખ 21મી જાન્યુઆરી 2024 ના રોજ કાગવડ સ્થિત શ્રી ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને સાત વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા વધુ એક પ્રકલ્પ સાર્થક બનાવવાની તૈયારી કરી રહ્યું છે. ત્યારે રાજકોટ નજીક આવેલ અમરેલી ગામ ખાતે સર્વ સમાજ માટે અધ્યતન આધુનિક કેન્સર હોસ્પિટલનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવશે. ત્યારે આગામી તારીખ 21 જાન્યુઆરી 2024 ના રોજ કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન કરવામાં આવશે. આ ભવ્ય કાર્યક્રમ પ્રસંગના લાખો લોકો શ્રી ખોડલધામ કાગવડ મંદિરના પટાંણગણમાં સાક્ષી બનશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમજ કેન્સર હોસ્પિટલના ભૂમિપૂજન માટે શ્રી ખોડલધામ ટ્રસ્ટ- કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ દ્વારા 17 ડિસેમ્બરથી ગુજરાત, મહારાષ્ટ્ર સહિત રાજ્યના પ્રવાસની શરૂઆત કરવામાં આવી છે અને તારીખ 17 ડિસેમ્બરના રોજ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવીને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે પ્રવાસની શરૂઆત કરી છે.


લોકસભા પહેલા ભાજપ કેટલાને લઈ જશે? ખંભાતી તાળાં બાદ હવે પટોળામાં પણ ભાત પડે તો નવાઈ


શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા આગામી તારીખ 21-1-2024 ના રોજ રાજકોટ નજીક અમરેલી ગામ ખાતે સર્વ સમાજના લાભાર્થે નિર્માણ પામનાર શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલના ભૂમિપૂજન માટે સંકલ્પબધ્ધ કરવા નરેશ પટેલ જામનગર જિલ્લા સહિત શહેરમાં રૂબરૂ આમંત્રણ આપવા અને સૌને કેન્સર હોસ્પિટલમાં ભૂમિદાન માટે સંકલ્પબદ્ધ કરવા પધારી રહ્યા છે.


જેમાં જામનગર ખાતે તારીખ 22/12/2023 ના શુક્રવારના રોજ આમંત્રણ આપવા જામનગર પ્રધારી રહ્યા છે જ્યારે જામનગર જિલ્લાના પ્રવાસે નરેશ પટેલ જામનગર જિલ્લાના અલગ અલગ તાલુકામાં આમંત્રણ આપવા જઈ રહ્યા છે. જેમાં સૌપ્રથમ ધ્રોલ તાલુકામાં સવારે 10:00 કલાકે ડીએચ મુંગરા કન્યા વિદ્યાલય ખાતે આમંત્રણ આપવા પહોંચશે ત્યારબાદ કાલાવડ ખાતે બપોરે 2.30 વાગે હિરપરા કન્યા વિદ્યાલય ખાતે મોટી સંખ્યામાં હજારો લોકોની હાજરીમાં આમંત્રણ આપશે. ત્યારબાદ જામજોધપુર તાલુકાના માંડાસણ ગામે સાંજે 4.30 કલાકે શ્રી સરદાર પટેલ સેવા સમાજમાં લેઉવા પટેલ સમાજના લોકોને આમંત્રણ આપશે. ત્યારબાદ સાંજે 6:30 કલાકે જામનગર શહેરમાં સરદારધામ સોસાયટી રણજીતસાગર રોડ મયુર ટાઉનશીપ પાછળ હજારો સંખ્યામાં ખોડલધામના આગેવાનો તેમજ લેવા પટેલ સમાજના લોકોને રૂબરૂ આમંત્રણ આપવા પધારી રહ્યા છે.


થાઈલેન્ડની રંગીન ગલીઓમાં થાય છે આવું બધું, કોની પાછળ ગુજરાતી પુરુષો લટુડાપટુડા કરે છ


જામનગર શહેરમાં સરદારધામ સોસાયટી રણજીતસાગર રોડ મયુર ટાઉનશીપ પાછળ ગ્રાઉન્ડમાં રાજકોટ નજીક અમરેલી ખાતે અતિ આધુનિક કેન્સર હોસ્પિટલનું નિર્માણ પામનાર છે તેના ભૂમિપૂજન માટે શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ પધારી રહ્યા છે ત્યારે સાંજ છ વાગ્યે ખાસ લોકસાહિત્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મનસુખભાઈ વસોયા (ખીલોરીવાળા) ઉપસ્થિત રહેશે અને લોકસાહિત્ય ડાયરાની જમાવટ કરશે.