બોટાદ : જિલ્લાના રાણપુરમાં ત્યજી દેવાયેલી હાલતમાં એક નવજાત બાળકી મળી આવી છે. ત્યજી દેવાયેલી આ બાળકીનાં માતાપિતા કોણ છે? કોણ છે એ જનેતા જે શિયાળાની ઠંડીમાં પોતાની નવજાત બાળકીને તરછોડીને જતી રહી? આ કળીયુગી માંને દયા પણ ન આવી? જેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. આવી ઠંડીમાં કોઇ સામાન્ય માણસનું કાળજુ પણ ન ચાલે તેવી ઠંડીમાં એક નિષ્ઠુર માતા પોતાની નવજાત ફુલ જેવી બાળકીને ત્યજીને જતા રહ્યા શું તેને જરા પણ દયા નહી આવી હોય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

AMBAJI મંદિર પ્રાગટ્ય દિવસે જ બંધ રહેતા વેપારીઓની સિઝન ટાણે વેપારીને ફટકો


હજુ તો ગઈ કાલે જ રાજકોટની અંબાને ઈટલીના દંપતીએ દત્તક લીધી અને એ બાળકી પણ તરછોડાયેલી હાલતમાં મળી આવી હતી. દીકરા અને દીકરી પ્રત્યેનો આ ભેદભાવ આપણા સમાજની માનસિકતાનો પણ અરીસો બતાવી રહ્યો છે. બોટાદમાંથી મળેલી આ અંબાની જનેતાની પોલીસે શોધખોળ શરૂ કરી છે. તો 108ની ટીમ આ નવજાત બાળકીને રાણપુર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગઈ છે. જ્યાં તેનું મેડિકલ ચેકઅપ શરૂ કરવામાં આવ્યું છે. 


ભારતમાં હાલ કોરોનાને ફલૂ તરીકે હાલ જાહેર ના કરી શકાય, જાણીતા તબીબે જણાવ્યુ આ પાછળનુ કારણ


આ નવજાત બાળકીને ત્યજી દેનારી ક્રૂર માતા સામે ચારેય તરફ ફિટકાર વરસી રહ્યો છે. હવે આ અંબાનું પાલન પોષણ કોણ કરશે. આ અંબા પણ મોટી થઈને જ્યારે પૂછશે કે મારી માતા કોણ છે તો તેનો જવાબ કોણ આપશે? આ અંબા પણ મોટી થઈને જ્યારે પૂછશે કે તેને શા માટે ત્યજી દેવામાં આવી હતી ત્યારે કોણ તેનો જવાબ આપશે. દીકરા-દીકરીના જન્મમાં અસંતુલન વચ્ચે પણ આવા બનાવો બનાવી રહ્યા છે તે સૂચવે છે કે દીકરીઓ પ્રત્યે ઓરમાયું વર્તન રાખવામાં આવી રહ્યું છે. જગત જનની મા અંબાની પૂજા કરનારા લોકો કેવી રીતે આટલી નાની બાળકીને ત્યજી શકે. નવરાત્રિમાં નવ દેવીઓની ઉપાસના કરનાર માતાપિતા કેવી રીતે શક્તિ સ્વરૂપા નાની  બાળકીને તરછોડી શકે જેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. લોકો આ જનેતા પર ફિટકાર વરસાવી રહ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube