જયેન્દ્ર ભોઈ/પંચમહાલ : કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ આકરા પાણીએ જોવા મળ્યાં છે. અધિકારી બાદ હવે સસ્તા અનાજના દુકાનદારોને ચીમકી આપી છે. કેટલીક દુકાનો પરવાનેદારની જગ્યાએ બીજા વહીવટ કરતાં હોવાના મુદ્દે ધારાસભ્ય ધુંઆપુઆ થયા હતા. તેઓએ સસ્તા અનાજની દુકાન ચલાવતા ઠેકેદારોને ગરીબોને અનાજ પૂરું વિતરણ કરવા માટે સૂચના આપી છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં રેકોર્ડબ્રેક જીત બાદ હવે ભાજપના ધારાસભ્યો પણ આકરા પાણીએ બની રહ્યાં છે. દરેક પોતાના મતવિસ્તારમાં કામ કરવા લાગ્યા હોય તેમ જાહેરમાં દેખાઈ રહ્યા છે. હજુ ફરી મંત્રીમંડળના વિસ્તરણની નેતાઓ રાહ જોઈને બેઠા છે. આજે કાલોલના ધારાસભ્યને એકાએક શું થયું કે તેઓએ મામલતદારને જાહેરમાં લઈ લીધા હતા. હાજર લોકો પણ ધારાસભ્યના આ રૂપને જોઈને અવાક થઈ ગયા હતા. ધારાસભ્યએ અધિકારી બાદ સસ્તા અનાજના દુકાનદારોને પણ ચીમકી આપી દીધી હતી. 


કાલોલમાં સરકારી સસ્તા અનાજના દુકાનદારોએ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણનો સત્કાર સમારંભ યોજ્યો હતો. જે દરમિયાન કેટલીક દુકાનો પરવાનેદારની જગ્યાએ બીજો વ્યક્તિ વહીવટ કરતાં હોવાના મુદ્દે ધારાસભ્ય ધુંઆપુઆ થયા હતા. ગરીબોને અનાજ પૂરું વિતરણ કરવા માટે દુકાનદારોને સૂચના આપી હતી. ખોટું કરતા દુકાનદારો સામે પોલીસ ફરિયાદ કરવા સુધીની ફતેસિંહ ચૌહાણની ચીમકીથી હાજર દુકાનદારોમાં તો કેટલાક સ્તબદ્ધ બની ગયા હતા. કારણ કે અનાજના દુકાનદારોએ તો તેમને સન્માન માટે બોલાવ્યા હતા પણ કેટલાકનો વારો પડી ગયો હતો. 


આ પણ વાંચો : 


દીકરી પિતાના હાથમાં પણ સલામત નથી, પિતાને કરવા હતા દીકરી સાથે લગ્ન, ગુજરાતને શર્મસાર


માત્ર નલિયામાં જ ઠંડીનો પારો સાતમા આસમાને પહોંચે છે, કેમ? એક્સપર્ટે જણાવ્યા કારણ


અમદાવાદ કોર્પોરેશનમાં અધિકારી રાજ : રેવન્યુ કમિટીના ચેરમેનને ગાંઠતા નથી


ચાલુ કાર્યક્રમમાં જ ધારાસભ્યે મામલતદારને ફોન કરી જવાબ માગ્યો હતો. કાલોલ તાલુકામાં કેટલીક સસ્તા અનાજની દુકાનોનો વહીવટ પરવાનેદારની જગ્યાએ બીજા ચલાવતાં હોવાની વિગતો બહાર આવી છે. જેમાં નામ બીજાનું અને કામ બીજાનું જેવો ઘાટ ઘડાતાં ધારાસભ્યએ જિલ્લા કક્ષાએ તપાસ માટે રજૂઆત કરી હતી. આ સાથે એવી પણ ચિમકી આપી હતી કે, આગામી દિવસોમાં પરિણામ નહિ મળે તો  આ મુદ્દે પગલાં લેશે. કાર્ડ ધારકને ઓછું અનાજ આપી બહાર વેચાણ કરી સરકાર બદનામ થાય એવી પ્રવૃત્તિ નહિં સાંખી લેવાય.  અત્રે નોંધવું ઘટ કે, અગાઉ રાજ્યમાં ચકચાર જગાવનાર કથિત અનાજ કૌભાંડ કાલોલથી બહાર આવ્યું હતું. જે ગુસ્સો આજે ધારાસભ્યનો બહાર આવ્યો હોવાની ચર્ચાઓ છે.


અનાજ કૌભાંડ ઝડપાયુ હતું
ઉલ્લેખનીય છે કે, અગાઉ રાજ્યમાં ચકચારી જગાવનાર કથિત અનાજ કૌભાંડ કાલોલથી સામે આવ્યું હતું. કાલોલના વેજલપુરમાં પોલીસે કાર્યવાહી કરીને ચોખાનો શંકાસ્પદ જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે મામલતદારને રિપોર્ટ કરતા કાર્યવાહી ચાલુ કરી હતી. જેમાં 218 જેટલી ચોખાની શંકાસ્પદ બોરી ઝડપાઇ હતી. આ બાદ મામલતદારે સરકારી અનાજ ન હોવાનું પ્રાથમિક તારણ આપી ભીનું સંકેલવાના પ્રયાસ કર્યા હતા. મામલતદારે ચોખાના સેમ્પલ લઈ માત્ર ખાના પૂર્તિ કરી હતી. ચોખાનો જથ્થો જે વાહનમાંથી ઝડપાયો તે કથિત અનાજ માફિયાની છબી ધરાવે છે. 


બીજાને તમારુ વાહન આપતા પહેલા સો વાર વિચારજો, નહિ તો લેવાના દેવા થશે, વાંચો આ કિસ્સો