ગાંધીનગરઃ ગાંધીનગર જિલ્લાની કલોલ નગરપાલિકામાં કોંગ્રેસે જીત મેળવી છે. ભાજપના 4 સભ્યોના ટેકાથી કોંગ્રેસને આ સફળતા મળી છે. કોંગ્રેસે ભાજપના તિમિર જયસ્વાલને પ્રમુખ પદ આપતાં ચાર સભ્યોએ ભાજપમાંથી બળવો કર્યો છે. પાલિકાના 11 વોર્ડમાં કુલ 44 સભ્યોની સંખ્યા છે. જે પૈકી ભાજપ પાસે 24 સભ્યો હતા. જ્યારે કોંગ્રેસ પાસે 20 સભ્યોનું  જ બળ હતુ. પરંતુ ભાજપના 4 સભ્યોએ ટેકો આપતાં કોંગ્રેસે સત્તા હાંસલ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે, નગરપાલિકાઓમાં પ્રમુખ અને ઉપ-પ્રમુખની અઢી વર્ષની મુદત પૂર્ણ થતા નવા પ્રમુખ અને ઉપ-પ્રમુખની નિમણુંક કરવામાં આવી રહી છે.