ગાંધીનગર: રાજસ્થાન સ્થિત રામપીરના ધામ રામદેવરાથી દર્શન કરીને પરત ફરી રહેલા કલોલના અમજા ગામના 5મિત્રોના અકસ્માતમાં મોત થયા છે, રાજસ્થાનના શેરગઢ જિલ્લામાં આવેલા હાઇવે પર ટ્રક સાથે અથડાતા સ્થળ પર જ ચાર મિત્રોના ઘટનાસ્થળ પર જ મોત થયા હતા. જ્યારે એકનું હોસ્પિટલમાં સરાવાર દરમિયાન મોત થયું છે. પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ટ્રકની પાછળ કાર ધડાકાભેર અથડાતા કારનો કુચ્ચો બોલી ગયો હતો. અને દરવાજાને કાપીને મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માત અંગેની પોલીસ દ્વરા પરિવારને જાણ કરાતા મૃતકોના પરિવાર પર આભ ફાટ્યું હતું. આ તમામ મૃતકો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપના સક્રિય સભ્ય ભરતભાઇનું પણ મોત 
રાજસ્થાનમાં થયેલા આ અકસ્માતમાં કલોલ ભાજપના સક્રિય સભ્ય ભરતભાઇનું પણ સારવાર દરમિયાન મોત થયુ છે. પોલીસે ફોનમાં તપાસ કરતા છેલ્લે ડાયલ કરેલા નંબર પર ફોન કરીને પરિવારને જાણ કરી હતી. ત્યારે મહત્વનું છે, કે તારીખ 7મીએ કલોલના આમજા ગામમાં સેવાસેતુંનો કાર્યક્રમ હોવાથી પ્રાંત અધિકારી દ્વારા આ કાર્યક્રમ મૌકુફ રાખી તેને બીજા ગામમાં રાખવામાં આવ્યો છે. 


મૃતકોના નામ 
અકસ્માતમાં મૃત્યુ થયેલા લોકોમાં કલોલ આમજા ગામના શંકરભાઇ, કેશુભાઇ, નારાયણભાઇ, અમરીતભાઇ તથા ભરતભાઇનો સમાવેશ થાય છે.