મૌલિક ધામેચા/અમદાવાદ: કાલુપુર સ્વામીનારાયણ મંદિર ફરી વિવાદમા આવ્યુ છે. આ મંદિરના સ્વામીએ એક યુવક સાથે સૃષ્ટિવિરૂદ્ધનું કૃત્ય આચરવાનો પ્રયાસ કર્યો છે. યુવકે ફરિયાદ નોંધાવતા સ્વામી મંદિર છોડીને ફરાર થઈ ગયો છે. કાલુપુર પોલીસે ગંભીર આક્ષેપોને લઈને સ્વામીની શોધખોળ શરૂ કરી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાધુ-સંત પર લાંછન લગાવતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ કાલુપુર સ્વામીનારાયણ મંદિરના સાધુ એવા વિશ્વેસ્વરૂપ સ્વામી પર એક યુવકે ગંભીર આક્ષેપ લગાવ્યો છે. વિજય ભાવસાર નામના યુવકે સ્વામી વિશ્વેસ્વરૂપ પર આરોપ લગાવ્યો છે કે, મંદિરના જૂના બિલ્ડીંગમાં સૂર્યપ્રકાશ સ્વામીની મંજુરીથી તેમના રૂમમા અભ્યાસનુ વાંચવા જતો હતો. 


ગુરૂવારના રોજ વિજય વાંચી રહયો હતો ત્યારે વિશ્વેસ્વરૂપ સ્વામી તેની પાસે આવ્યા અને ગાડીનુ કવર લગાવવાની વાત કરી હતી. વિજયે ના પાડતા ઉશ્કેરાયેલા સ્વામીએ તેનો શર્ટ કાઢીને તેની સાથે સૃષ્ટિ વિરૂધ્ધનુ કૃત્ય કરવાનો પ્રયાસ કર્યો. આ ઘટનાને લઈને વિજયે કાલુપુર પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવી છે.


વધુમાં વાંચો...ઉત્તર ગુજરાતની આ સરકારી શાળામાં અભ્યાસ કરવા વિદ્યાર્થીઓની લાગી લાઇનો, ટેકનોલોજી સજ્જ


[[{"fid":"194900","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"swami-House-Lock","field_file_image_title_text[und][0][value]":"swami-House-Lock"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"swami-House-Lock","field_file_image_title_text[und][0][value]":"swami-House-Lock"}},"link_text":false,"attributes":{"alt":"swami-House-Lock","title":"swami-House-Lock","class":"media-element file-default","data-delta":"1"}}]]


વિશ્વેસ્વરૂપ સ્વામી છેલ્લા ઘણા વર્ષોથી આ મંદિરમા સેવા આપી રહયા હતા. યુવકે કરેલા સૃષ્ટિ વિરૂદ્ધના કૃત્યના આક્ષેપોને સ્વામીનારાયણ સંપ્રદાયનો સંપર્ક કરતા તેમણે મિડીયા સમક્ષ મૌન સેવ્યુ હતું. જયારે પોલીસે પણ યુવકના આક્ષેપો પાછળ ઝઘડો કે અદાવત છે કે નહિ? અને સ્વામીએ આ પ્રકારનુ કૃત્ય કર્યુ છે કે નહિ તે દિશામા તપાસ શરૂ કરી છે. પરંતુ ફરિયાદ બાદ સ્વામી મંદિર છોડીને ફરાર થઈ જતા અનેક સવાલો ઉઠી રહયા છે. 


સ્વામી વિશ્વેસ્વરૂપ ભુગર્ભમા ચાલ્યા ગયા છે. જેના કારણે ફરી એક વખત સ્વામીનારાયણ મંદિર વિવાદમા ઘેરાયુ છે. હાલમાતો કાલુપુર પોલીસે સ્વામી વિરૂધ્ધ ગુનો નોંધીને સ્વામી વિશ્વેસ્વરૂપના કોલ ડિટેઈલ્સ અને લોકેશનના આધારે તેની શોધખોળ શરૂ કરી સ્વામીને સકંજામાં લેવા માટે તજવીજ હાથ ધરી છે.