ઉદય રંજન, અમદાવાદ: ગુજરાત એટીએસએ (Gujarat ATS)  છેલ્લા 15 વર્ષ થી ફરાર આરોપી ને જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir) ના બારામુલ્લામાંથી ધરપકડ કરી લીધી છે. આરોપી વર્ષ 2006 માં કાલુપુર રેલવે સ્ટેશન (Kalupur Railway Station) પર થયેલ બ્લાસ્ટ કેસમાં જેહાદી ષડયંત્રમાં ફરાર હતો. આરોપી બિલાલ અહેમદ ઉર્ફે બિલાલ કશ્મીરી ની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત એટીએસએ (Gujarat ATS)  કાશ્મીરમાં એક ઓપરેશન હાથ ધરી છેલ્લા 15 વર્ષ થી ફરાર બિલાલ અહેમદ (Bilal Ahemad) ની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે. આરોપી વર્ષ 2006 માં ભરૂચ (Bharuch) માં આવેલ મદરેસામાં અભ્યાસ કરતો હતો અને આતંકી સંગઠન લશકર-એ-તોયબા સાથે સંકડાયેલ હતો. આરોપી આતંકી સંગઠન (Terrorist Gruop) માટે ફંડ પણ ભેગા કરતો હતો. તપાસ માં સામે આવ્યું છે કે આરોપીએ ભરૂચના મદરેસા (Madresa) માં અભ્યાસ કરતા ગરીબ અને સીધા જરૂરિયાત મંદ મુસ્લિમ યુવકોને ભ્રમ પેદા કરી તેને ભારત વિરુદ્ધ લડવા સામે તૈયાર કરતો હતો.


આશ્રમનો ચોંકાવનારો કિસ્સો: પુત્રની જરૂર હોય તે ફ્રૂટની પ્રસાદી લે એમ કહી દુષ્કર્મ આચરનાર સંત ઝડપાયો


વિગતવાર વાત કરીએ તો આરોપીએ આવા અનેક યુવકોને ISI ની મદદથી પાકિસ્તાન (Pakistan) અથવા Pok માં હથિયારો અને બૉમ્બ બ્લાસ્ટની ટ્રેનિંગ માટે પણ મોકલવામાં મદદ કરેલ છે. આ પહેલા કુલ 9 લોકોની ધરપકડ કરી દેવા માં આવી છે અને હાલ પણ અન્ય લોકો ફરાર છે. એટીએસની ટીમ જમ્મુ ગઈ તો ખબર પડી કે આ ગુનાનો એક આરોપી બશીર કશ્મીરી 2015-16 માં એન્કાઉન્ટરમાં મોત થયેલ છે.

Ahmedabad: બાર વર્ષે બાતમીદાર બોલ્યો અને ગુજરાત એટીએસએ કાશ્મીરથી ઝડપી પાડ્યો ડ્રગ્સનો આરોપી


સવાલ એ છે કે બિલાલ ફરાર સમય અન્ય કોઈ ગુનામાં સંડોવેયલો છે કે કેમ? આ સમયમાં તે પાકિસ્તાન (Pakistan) ના સંપર્ક માં હતો કે કેમ? આવા અનેક સવાલ ના જવાબ મેળવવા એટીએસ રિમાન્ડ માટેની કાર્યવાહી હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube