મૌલિક ધામેચા / અમદાવાદ : અમદાવાદ કાલુપુર સ્વામિનારાયણ મંદિર ફરી પોતાના સાધુઓની કરતૂતને લઇ વિવાદમાં આવ્યુ છે. આ વખતે કાલુપુર સ્વામિનારાયણ મંદિરના સાધુ માધવ પ્રિયદાસ એક પરણિત મહિલાને લઇ ફરાર થઇ જતા સમગ્ર સંપ્રદાયમાં ચકચાર મચી હતી. જેને લઇ સંપ્રદાય દ્વારા પણ તેમને ત્યાગી તરીકેનું નામ રદ કરવાનું જાહેર કરવામાં આવ્યુ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, ડાંગરવાની પરિણીત મહિલા સાથે કાલુપુર સ્વામીનારાયણ મંદિરના સાધુ માધવ પ્રિયદાસ ભાગી ગયા છે. આ મહિલા પરણિત હોવા છતાં સાધુ માધવ પ્રિયદાસ મહિલાને ફરાર થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે મંદિર દ્વારા તેમની હરકતોને લઇ અવારનવાર ચેતવણી પણ આપવામાં આવી હતી. તેમ છતાં પણ માધવ પ્રિયદાસમાં કોઈ ફેરફાર ન દેખાતા કાલુપુર મંદિર દ્વારા તેમને ત્યાગીનું નામમાંથી હટાવી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બીજી તરફ આ બનાવને લઇ મંદિર તરફથી પણ મૌન સેવાયુ છે. 


ઉલ્લેખનીય છે કે, કાલુપુર સ્વામીનારાયણ કોઈને કોઈ બાબતોને લઈને હંમેશા વિવાદમાં રહેતુ હોય છે. અગાઉ પણ કાલપુર સ્વામિનારાયણ મંદિર ના જ એક સાધુ પર યુવકને માર મારવા અને ધમકી આપવા અંગેની કાલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.