રાજુ રૂપરેલીયા/દ્વારકા: રાજકોટ LCBએ છટકું ગોઠવીને દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પીએસઆઇને રૂપિયા 3 લાખની લાંચ લેતા ઝડપી લીધી છે. જમીન દબાણના મુદ્દે 3 લાખની લાંચ લેતા પીએસઆઇને ઝડપી લેવામાં આવ્યા છે. આ પીએસઆઇ અગાઉ પણ અનેક વાર આ પ્રકારના આરોપોમાં સપડાઇ ચૂક્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PSI લાંચ લેતા ઝડપાયા
દ્વારકા એસીબીની આ ગત છેલ્લા પાંચ દિવસમાં 6 જેટલી સફળ ટ્રીપ છે. આ જ એસીબીની ટીમે સતત પાંચ દિવસ કામ કરીને  ટોટલ 2 પીએસઆઇ, 2 મામલતદાર , એક બેન્ક મેનેજર સહિત એક જેલર તેમજ આ કલ્યાણપુર પીએસઆઇની છઢ્ઢી સફળ ટ્રીપ કરીને જોરદાર કામગારી દેખાડી છે.


વધુમાં વાંચો...ટ્રાફિકના નિયમો તોડવામાં આ સુરતી લાલાએ રેકોર્ડ તોડ્યો, 67 મેમો મળ્યા


દબાણ હટાવવાને લઈ માગી હતી લાંચ
રાજ્યમાં ભષ્ટ્રચારના કિસ્સાઓમાં દિનપ્રતિ દિન વધારો થઇ રહ્યો છે. મોટી સંખ્યામાં સરકારી બાબુઓ લાંચ લેતા ઝડપાઇ રહ્યા છે. ત્યારે હવે પોલીસ અધિકારીઓ પણ લાંચ લેતા ઝડપાઇ રહ્યા છે. જેથી ગુજરાતમાં એસીબી સરકારી બાબુઓ પર બાજ નજર રાખી રહી છે. રાજકોટ એલસીપબીની મદદથી દ્વારાકામાં એસીબીની આ છઢ્ઢી સફળ ટ્રીપ છે.