Kamrej Gujarat Chunav Result 2022: સુરતની જે ચાર બેઠક પર આપનો પ્રભાવ પડી શકે છે તેમાથી એક બેઠક છે કામરેજ બેઠક. 2002થી છેલ્લી ચાર ટર્મથી ભાજપ પાસે રહેલી આ બેઠક પર આ વખતે પણ ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાવાનો છે. કામરેજ બેઠક પર 4.28 લાખ મતદારો નોંધાયેલા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જીલ્લો -સુરત
બેઠક-કામરેજ
પક્ષ-ભાજપ
ઉમેદવાર-પ્રફુલ પાનસેરિયા
રાઉન્ડ -18
મતથી આગળ-51833


2022ની ચૂંટણી
2022ના ચૂંટણી જંગમાં ભાજપે વી. ડી ઝાલાવાડિયાની ટિકિટ કાપીને પ્રફુલ પાનસેરિયાને ફરી મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસે નિલેશકુમાર કુંભાડીને ઉમેદવાર બનાવ્યા છે જ્યારે આમ આદમી પાર્ટી તરફથી રામ ધડુક ઉમેદવાર છે.


2017ની ચૂંટણી
2017માં ભાજપના વી ડી ઝાલાવાડિયાએ 28,191 મતોથી કોંગ્રસનાં અશોક જીરાવાલાને હરાવ્યા હતા. 2017માં આપનાં રામ ધડુકને ફક્ત 1454 મત મળ્યા હતા, તેમ છતા આપે તેમને ફરી રીપિટ કર્યા છે.


2012ની ચૂંટણી
2012માં ભાજપના પ્રફુલ પાનસેરીયાએ કોંગ્રેસના ભગીરથભાઇ પીઠાવાડીવાળાને 61 હજાર મતોથી હાર અપાવી હતી.