વિવાદ વચ્ચે કંગનાએ શેર કરી ગુજરાતની તસવીર, કહ્યું-જીત આખરે ભક્તિની થાય છે
- ટ્વિટ અને તસવીરના માધ્યમથી તેણે પોતાની ઓફિસ તોડનારી શિવસેના પર ફરી એકવાર શાબ્દિક પ્રહાર કર્યો
- મનથી ધાર્મિક અને ભક્તિભાવમાં વિશ્વાસ રાખતી કંગના રનૌતે આ પહેલા દ્વારકાધીશ જગત મંદિરના દર્શન પણ કર્યા હતા
ઝી મીડિયા/બ્યૂરો :મહારાષ્ટ્રની શિવસેના (Shiv Sena) ની સાથે તકરાર વચ્ચે એક્ટ્રેસ કંગના રનૌત (Kangana Ranaut) સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ છે. હવે કંગના રનૌતે વધુ એક ટ્વિટ કરી છે, જેમાં તે સોમનાથ મંદિર (somnath temple) માં પૂજા કરતી દેખાઈ રહી છે. આ ટ્વિટ અને તસવીરના માધ્યમથી તેણે પોતાની ઓફિસ તોડનારી શિવસેના પર ફરી એકવાર શાબ્દિક પ્રહાર કર્યો છે.
આ પણ વાંચો : ડ્રાય સ્ટેટમાં લક્ઝરી ટુરિસ્ટ ક્યાંથી આવશે? વડોદરાના મહારાણીનું દારૂબંધી વિશે મોટું નિવેદન
કંગનાએ સોમનાથ મંદિરમાં પૂજા કરતી તસવીર શેર કરીને સાથે લખ્યું કે, સુપ્રભાત મિત્રો, આ ફોટો સોમનાથ મંદિરની છે. સોમનાથને કેટલાક અસામાજિક તત્વોએ કેટલીયવાર બરહેમીથી તોડ્યું છે, પરંતુ ઈતિહાસ સાક્ષી છે કે, આ ક્રુરતા અને અન્યાય ભલે ગમે તેટલા શક્તિશાળી કેમ ન હોય, આખરે જીત તો ભક્તિની જ થાય છે. હર હર મહાદેવ...
આ પણ વાંચો : રાજ્યના 90 ટકા મોટા ગરબા આયોજકોએ ગરબા યોજવાની ના પાડી
JEE મેઈન્સની ટોપર નિયતીની સક્સેસ સ્ટોરી જાણીને કહેશો, ગજબની મલ્ટીટાસ્કર છે આ તો....
કંગનાની દ્વારકાની તસવીર પર વિવાદ
મનથી ધાર્મિક અને ભક્તિભાવમાં વિશ્વાસ રાખતી કંગના રનૌતે આ પહેલા દ્વારકાધીશ જગત મંદિરના દર્શન પણ કર્યા હતા. તે સમયે તેણે પોતાની આગામી ફિલ્મની સફળતા માટે પ્રાર્થના કરી હતી. તેણે દ્વારકાધીશની સાથે સાથે નાગેશ્વરના પણ દર્શન કર્યા હતા. તે મંદિરના વાતાવરણ અને સમુદ્ર કિનારે બેસીને ભાવુક થઈ ગઈ હતી. પરંતુ તેણે મંદિરની અંદરની તસવીરો ક્લિક કરીને ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. સાથે જ લખ્યું હતું કે, ઓમ શ્રી કૃષ્ણ. ત્યારે આ તસવીરોને લઈને વિવાદ થયો હતો.
આ પણ વાંચો : નારાજ કાર્યકર્તાઓને મનાવવા બોર્ડ નિગમમાં નિમણૂંકો કરશે ભાજપ, પક્ષપલટુ નેતાઓને પણ મળશે સ્થાન