અર્પણ કાયદાવાલા/અમદાવાદ : આવતીકાલથી પાંચ દિવસ અમદાવાદના આંગણે કાંકરિયા કાર્નિવલનો રંગેચંગે પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે કાંકરિયાના મુલાકાતીઓ માટે નવુ નજરાણું મૂકવામાં આવ્યું છે. કાંકરિયામાં સંપૂર્ણ એસી ટ્રેન દોડતી જોવા મળશે. જેથી હવે કાંકરિયા આવનારા લોકોને આવતીકાલથી આ ટ્રેન જોવા મળશે. જેઓને બૂલેટ ટ્રેન જેવી અનુભૂતિ થશે. આ કાર્નિવલમાં હજારોની સંખ્યામાં અમદાવાદીઓ પાંચ દિવસ ઉમટશે. ભારતમાં પહેલીવાર કોઈ એમ્યુઝમેન્ટ પાર્કમાં એસી ટ્રેન મૂકાઈ હોય, તેવું પહેલીવાર કાંકરિયામાં થયું છે. 


હવે હેલિકોપ્ટરમાં બેસીને સ્ટેચ્યુ ઓફ યુનિટીના ગોળ ગોળ ચક્કર મારી શકશો


  • બુલેટ ટ્રેનની પ્રતિકૃતિ સમાન આ ટ્રેનનો એક કોચ 1 કરોડ રૂપિયાની કિંમતનો છે. એટલે કે ચાર કોચની કિંમત 4 કરોડ છે.

  • આવા ચાર કોચ કાંકરિયામાં દોડતા કરાશે.

  • 36 લોકોની બેઠકની ક્ષમતા ધરાવતો આ એક કોચ છે. 

  • મેક ઈન ઈન્ડિયા કોન્સેપ્ટ પર ટ્રેન તૈયાર કરાઇ છે. 

  • આ સમગ્ર ટ્રેન ભારતમાં જ બનાવાઈ છે

  • તેની બનાવટ આધુનિક છે, જેને આગથી પણ નુકશાન ન થાય તેવી તેની બનાવટ છે.

  • આ ટ્રેન હાઈડ્રોલિક સિસ્ટમથી ચાલશે. દરેક કોચમાં બે એસી લગાવાયેલા છે.

  • તેમાં ઈમરજન્સી માટે પણ સ્વીચ લગાવાયેલી છે. ઈમરજન્સીમાં સ્વીચ દબાવાથી પાયલટને જાણ થઈ જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પેોરેશન દ્વારા મેક ઈન ઈન્ડિયાના કોન્સેપ્ટ અંતર્ગત આ અદ્યતન ત્રીજી ટ્રેન મૂકવામાં આવી રહી છે. આ ટ્રેનની વિશેષતા એ છે કે તે બૂલેટ ટ્રેન જેવી અનુભૂતિ કરાવશે. હાલ આ ટ્રેનને ઈન્સ્ટોલ કરવામાં આવી રહી છે, જેથી તેનું આવતીકાલે લોકાર્પણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, કાંકરિયામાં અત્યાર સુધી અટલ એક્સપ્રેસ અને સ્વર્ણિમ જંયતી એક્સપ્રેસ ટ્રેન તો કાર્યરત છે જ. ત્યારે હવે આ સંપૂર્ણ એસી ટ્રેન કાલે ખુલ્લી મૂકાશે. 


જુનાગઢ : મહિલા ફોરેસ્ટ ઓફિસરને સિંહ સાથેની સેલ્ફી લેવાનું ભારે પડ્યું


ફ્લોટિંગ રેસ્ટોરન્ટ શરૂ થશે
અમદાવાદમાં આખરે તરતી રેસ્ટોરન્ટ શરૂ થશે. આવતીકાલે કાંકરિયા કાર્નિવલ દરમિયાન આ ફ્લોટિંગ રેસ્ટોરન્ટનું ઉદઘાટન કરવામાં આવશે. ફ્લોટિંગ રેસ્ટોરન્ટ  નગીનાવાડી પાસે તૈયાર કરાઈછે. હવે ખાસ શિપમાં બેસીને લોકો ફૂડની મજા માણી શકશે. ફ્લોટિંગ રેસ્ટોરન્ટમાં 35 થી 40 વ્યક્તિઓની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રતિ વ્યક્તિ અંદાજે રૂ. 300ની ટિકીટ રહેશે. ઉલ્લેકનીય છે કે, અગાઉચ રિવરફ્રન્ટમાં ફ્લોટિંગ રેસ્ટોરન્ટ શરૂ કરાવાની હતી, પરંતુ હવે કાંકરિયામાં આ પ્રોજેક્ટ શરૂ થઈ રહ્યો છે. 


નાડાછડી બાંધવાના આ ફાયદા જાણશો તો ક્યારેય તેને હાથમાંથી નહિ કાઢો


કાંકરિયામાં ફરશે કાર
કાંકરિયા કાર્નિવલમાં મુલાકાતીઓને વધુ એક નજરાણુ જોવા  મળશે. અહીં મુલાકાતીઓ માટે ઇલેક્ટ્રિક કાર બેટરી ઓપરેટેડ કાર આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. કાંકરિયા પરિસરમાં ફરવા માટે આ કારનો ઉપયોગ કરાશે. રૂ.10 થી લઈને રૂ.25 સુધીની ફી ચૂકવીને આ કારમાં કાંકરિયાનો ખૂણેખૂણો જોઈ શકાશે.


Photos: આ ગુજરાતીઓને સિંહ સાથેની સેલ્ફી લેવાનો શોખ ભારે પડ્યો હતો


હવે આવતીકાલે તા.રપ ડિસેમ્બરથી ફરીથી કાંકરિયા તળાવ ખાતે કાર્નિવલની ધમાકેદાર શરૂઆત થશે. જેમાં વિવિધ સાંસ્કૃતિક અને સંગીતના કાર્યક્રમો, લોકનૃત્યો, હોર્સ અને ડોગ શો, આતશબાજી, શિપ લાઇટિંગ, રોક બેન્ડસ, ફૂડ ફેસ્ટિવલ જેવા ભાતીગળ કાર્યક્રમો યોજાશે. દર વર્ષે સરેરાશ રપ લાખથી વધુ લોકો આ કાર્નિવલનો આનંદ માણે છે અને આ વખતે કાંકરિયા કાર્નિવલ 11મા વર્ષમાં પ્રવેશી રહ્યું છે.