અર્પણ કાયદાવાલા/અમદાવાદ :AMC દ્વારા વર્ષ 2008થી યોજવામાં આવતા કાંકરિયા કાર્નિવલની આજે ઓપનિંગ સેરેમની છે. છેલ્લાં 10 વર્ષથી 25 થી 31 ડિસેમ્બર સુધી અમદાવાદના ફેમસ કાંકરિયા લેક ખાતે આ ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે લગભગ 25 લાખથી વધુ સહેલાણીઓ કાંકરિયા કાર્નિવલનો આનંદ માણવા આવે છે. જોકે કાર્નિવલની ઉજવણી પાછળ છેલ્લા 10 વર્ષમાં લગભગ 31 કરોડ જેટલો લખલૂંટ ખર્ચ કરવામાં આવ્યો છે. કાર્નિવલ પાછળ વર્ષ 2009માં 1 કરોડ 63 લાખ જેટલો ખર્ચ કરવામાં આવતો હતો. જે ચાલુ વર્ષે 2019માં ત્રણ ગણો વધીને રૂ.5 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. જ્યારે આતશબાજી પાછળ જ લગભગ રૂ. 15 લાખનો ખર્ચ થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Christmas Bash : કરીનાની પાર્ટીમાં 2 બોલિવુડ કપલના રોમાન્સ પર સૌની નજર ટકી રહી


આજથી કાંકરિયા કાર્નિવલની શરૂઆત થઇ રહી છે. પરંતુ વર્ષ 2008 થી શરૂ થયેલા કાર્નિવલ પાછળ થતા ખર્ચ અંગે ભાજપના કોઇ શાષકો અને એકપણ અધિકારી, કશુ જ સત્તાવાર કહેવા તૈયાર નથી નથી. ગઇકાલે કાર્નિવલની પ્રેસ કોન્ફરન્સ દમ્યાન પણ મેયર આ અંગે મૌન ધારણ કરીને બેસી ગયા હતા. ત્યારે ઝી 24 કલાકને મળલી માહિતી મુજબ કાંકરીયા કાર્નિવલ અંતર્ગત અત્યાર સુધી 31 કરોડનો તોતિંગ ખર્ચ થઇ ચૂક્યો છે.


એક સમયે 15 લાખથી વધુને રોજગાર આપતો સુરતનો હીરા ઉદ્યોગ માત્ર 5 દેશો પૂરતો સિમિત રહી ગયો


વર્ષ 2015માં સાઉન્ડ સિસ્ટમ પાછળ રૂ.37.96 લાખનો ખર્ચ


સૂત્રોના જણાવ્યા અનુસાર, 2015માં પબ્લિસિટી વિભાગ દ્વારા કાંકરિયા કાર્નિવલના મંડપ ડેકોરેશન પાછળ રૂ.64.86 લાખનો ખર્ચ કર્યો હતો. જ્યારે સાઉન્ડ સિસ્ટમ પાછળ રૂ.37.96 લાખ, ફોટો-વીડિયોગ્રાફીનો રૂ.30.99 લાખનો ખર્ચ, આતશબાજી પાછળ રૂ.10 લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જોકે કાર્નિવલ સાથે સંકળાયેલા સ્ટાફ, કલાકારોના ચા-નાસ્તા અને જમણનો ખર્ચ તો આતશબાજી કરતાં પણ વધુ એટલે કે રૂ.13.30 લાખ થયો હતો. પબ્લિસિટી વિભાગ દ્વારા પીવાનું પાણી અને વોકીટોકી સેટ ખરીદવા રૂ.11.65 લાખ ખર્ચાયા હતા. આ ઉપરાંત ફ્લાવર ડેકોરેશન, સાંસ્કૃતિક પ્રદર્શન વગેરે વિવિધ પ્રકારના આયોજન સહિતનો સમગ્ર કાર્નિવલનો કુલ ખર્ચ રૂ.3 કરોડ 15 લાખનો હતો.
 2016માં ચા-નાસ્તા અને જમણ પાછળ રૂ.8.86 લાખનો ખર્ચ  કરાયો. જ્યારે કે, વર્ષ 2016માં મંડપ ડેકોરેશનનો ખર્ચ વધીને રૂ.67.95 લાખ અને સાઉન્ડ સિસ્ટમનો ખર્ચ રૂ.46.52 લાખ થયો હતો. તેમજ એનાલિસ્ટને રૂ.84 હજાર ચૂકવાયા હતા. ચા-નાસ્તા-જમણ પાછળ રૂ.8.86 લાખ ખર્ચાયા હતા. આમ કાંકરિયા કાર્નિવલ પાછળ કુલ રૂ.4 કરોડનો ખર્ચ કરાયો હતો. 


રાજકોટ 2008 કલેક્ટર ઓફિસ તોડફોડ મામલો : કોંગ્રેસના ટોચના 10 નેતાઓને 1 વર્ષની સજા ફટકારાઈ


કાંકરિયા કાર્નિવલ પાછળ કયા વર્ષે કેટલો ખર્ચ


વર્ષ       ખર્ચની રકમ


2009     1,63, 46,879


2010     2,18,07, 761


2011     2,12,75,856


2012     3,05,43,932


2013     3,12,68,400


2014     3,10,50,200


2015     3,15,30,120


2016     4,00,00,000


2017     4,50,00,000


2018     4,00,00,000


કુલ      30,88,23,148


વર્ષ 2008 થી ઉજવાઇ રહેલા કાંકરીયા કાર્નિવલના ખર્ચમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ત્યારે વર્ષ 2019ના કાર્નિવલ માટે આંકડો 5 કરોડ સુધી પહોંચી જવાની પૂરેપુરી સંભાવના છે. આમ, કાંકરિયા કાર્નિવલ માટે પ્રજાની તિજોરીમાંથી સીધા 5 હજાર ખર્ચાઈ જશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....