કાંકરિયા કાર્નિવલ: રાજલ બારોટ અને જિજ્ઞેશ કવિરાજે લોકોને જુમાવ્યા, મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા
કાંકરિયા કાર્નિવલનો ઉત્સવ છેલ્લા પા્ંચ દિવસથી ચાલી રહ્યો છે. જેમાં રોજ અવનાવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યુ્ં છે. 11માં કાર્નિવલમાં મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. અમદાવાદ સહિત ગુજરાત ભરમાંથી લોકો કાંકરિયા તળાવને કાંઠે ઉત્સવનો ભાગ બનવા માટે આવી રહ્યા છે.
મૌલિક ધામેચા/અમદાવાદ: કાંકરિયા કાર્નિવલનો ઉત્સવ છેલ્લા પા્ંચ દિવસથી ચાલી રહ્યો છે. જેમાં રોજ અવનાવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યુ્ં છે. 11માં કાર્નિવલમાં મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. અમદાવાદ સહિત ગુજરાત ભરમાંથી લોકો કાંકરિયા તળાવને કાંઠે ઉત્સવનો ભાગ બનવા માટે આવી રહ્યા છે. ત્યારે શનિવારે રાત્રે પણ કાર્નિવલમા અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યા.
અમરેલી: રાજુલામાં રહેતા નિવૃત DYSPના ઘરમાંથી હરણની ખોપડી મળી
કાંકરિયા કાર્નિવલ ખાતે આકર્ષણનું કેન્દ્ર બનેલ એવી ફ્લોટિંગ રેસ્ટોરન્ટને નિહાળવા મોટી સંખ્યામાં લોકોના ટોળા વળ્યા હતા. શનિવારે રાજ્યપાલ ઓ પી કોહલી કાર્નિવલની મજા માણવા ખાસ પરિવાર સાથે હાજર રહયા હતા મોટી સંખ્યામા લોકોની ભીડ જોવા મળી હતી.
વહુએ બોથડ પદાર્થ મારી વૃદ્ધ સાસુની કરી હત્યા, દિકરીની લીધી હતી મદદ
સામાન્ય દિવસો કરતા આ દિવસે મોટી સંખ્યમાં માનવ મહેરામણ ઉમટ્યું હતું. જેનું કારણ ગુજરાતી ગીતો માટે હોટ ફેવરિટ બનેલા રાજલ બારોટ અને જીગેશ કવિરાજ હતા. પોતાના અલગ અંદાજના સંગીતમાં આજે દરેક કલાકારોએ શહેરીજનોને ડોલાવ્યા હતા.