અમદાવાદ : કાંકરિયાના કિડ્સ સીટીમાં મેનેજર તરીકે ફરજ બજાવતી એક મહિલાએ પોતાના ઉપરી અધિકારી પર ગંભીર આક્ષેપ લગાવીને આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઇ છે. પોતાના ઘરે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે તેને પહેલા એલ.જી હોસ્પિટલ અને ત્યાર બાદ એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આઉટસોર્સિંગથી કામ કરતા અન્ય કર્મચારીઓ પણ આ મહિલાના ત્રાસથી પરેશાન છે. જો કે ખાનગી કંપનીના કર્મચારી હોવાથી અધિકારી સામે ખુલીને બોલી શકતા નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાડીનું ઉંચુ ભાડુ લેવા જતા ગાડી ગુમાવવાનો વારો ન આવે, વડોદરાના અજબ ઠગ દંપત્તીની ધરપકડ


જો કે એક મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે અને જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહી છે. ત્યારે પોલીસ ફરી એકવાર બેશરમીથી હદ મુદ્દે લડી રહી છે. સરકારી અધિકારી સામે આક્ષેપ કરતી ફરિયાદ હોવાના કારણે વટવા પોલીસ અને મણિનગર પોલીસ સ્ટેશન બેશરમીથી આંતરિક રીતે બાખડી રહી છે. વટવા પોલીસ સ્ટેશનના PI એચ.વી સિસારાએ કહ્યું કે, તેમને અધિકારીથી તકલીફ હતી માટે આત્મહત્યાનો પ્રયાસ કર્યો માટે કેસ મણિનગરની હદમાં ગણાય. જ્યારે મણિનગરના પીઆઇ બી.બી ગોયલે કહ્યું કે, જે કાંઇ પણ તકલીફ હતી પરંતુ આત્મહત્યાનો બનાવ તો વટવા હદ વિસ્તારમાં થયો છે માટે ફરિયાદ ત્યાં જ દાખલ થઇ શકે. 


જન્માષ્ટમીએ કાળીયા ઠાકરનો જળાભિષેક કરવા રૂઠેલા મેઘરાજાની પધરામણી, ગુજરાતમાં શ્રીકાર વર્ષા જેવી સ્થિતિ


આત્મહત્યાનો પ્રયાસ કરનારી મહિલાનો આક્ષેપ છે કે, સોનાલીબેન વસાવા નામના ઉચ્ચ અધિકારી સતત તેમની સાથે ગેરવર્તણુંક કરતા હતા. તેની બઢતી કરવાના બદલે તેની ડિગ્રેડ કરી દીધા હતા. આ ઉપરાંત 1 મહિના સુધી તેને કોઇ પણ પ્રકારનું કામ સોંપાયું નહોતું. આ ઉપરાંત વારંવાર નોકરી આપવાની ધમકી આપતા હતા. જેના કારણે તે લાંબા સમયથી માનસિક દબાણમાં હતા. હાલ તો તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube