અમદાવાદ: કાંકરિયામાં રાઇડ તૂટવાને કારણે અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોત થયા છે. ત્યારે આ અંગે અમદાવાદ કોર્પોરેશન અને પોલીસ વચ્ચે ઘટનાની જવાબદારી કરવામાં આવેલા ખુલાસાઓમાં પોલીસ અને કોર્પોરેશન એક બીજા પર આક્ષેપો કરી રહ્યા છે. અમદાવાદના મેયર બિજલબેન પટેલનું કહેવું છે, કે શહેરમાં રાઇડ્સ અંગેના તમામ સર્ટીફીકેટ અને લાઇસન્સ ઇશ્યું કરવાનું કામ પોલીસ કમીશ્નરનું છે. જ્યારે પોલીસ દ્વારા એ વાતનો ઉલ્લેખ નથી કરવામાં આવી રહ્યો કે, આ લાઇસન્સ ઇશ્યું ક્યાં વિભાગ દ્વારા કરવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેયરે કહ્યું કે પોલીસ કમીશ્વનર કરે છે લાઇસન્સ ઇશ્યું
કાંકરિયામાં રવિવારે બનેલી ઘટનામાં પર મેયર દ્વારા દુખ વ્યક્તિ કરવામાં આવ્યું હતું. જ્યારે મેયર દ્વારા વિપક્ષ પર આક્ષેપ કરવામાં આવ્યો કે, વિપક્ષ દુખદ ઘટના પર રાજકારણ કરવામાં આવી રહ્યું છે. મેયર બિજલબેન પટેલે જણાવ્યું કે, અમદાવાદ શહેરમાં કોઇ પણ પ્રકારની જુદી જુદી રાઇડો ચલાવવા માટેનું લાઇસન્સ અમદાવાદ શહેર પોલીસ કમીશ્નર આપે છે. પોલીસ કમીશ્વર દ્વારા ધારા ધોરણોને અનુલક્ષી પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે. ત્યારે જો નિયમોને અનુલક્ષીને ધારાધોરણ મુજબ કાર્ય કરવામાં આવ્યું ન હોય તો શહેર પોલીસ કમીશ્વર તેમનું લાઇસન્સ રદ્દ કરી શકે છે. 


મેયર દ્વારા વધુમાં જણાવામાં આવ્યું કે, રાઇડનું ઇન્પેક્શન ખાનગી કંપની દ્વારા કરવામાં આવે છે. અને આ રાઇડનું લાઇસન્સ આરએનડી વિભાગ અને પોલીસ કમીશ્વર દ્વારા આપવામાં આવે છે. આ અંગેની કોઇ પણ જવાબદારી અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશનની નથી. તમામ લાઇસન્સ ઇશ્યું આરએનડી અને પોલીસ કમીશ્નર દ્વારા ઇશ્યું કરવામાં આવે છે. ત્યારે આ ઘટના પાછળ કોઇ વ્યક્તિગત વ્યક્તિ જવાબદાર નથી તેવું બીજલબેન દ્વારા જણાવામાં આવ્યું હતું. કોર્પોરેશન પાસે આવા કોઇ પણ પ્રકારના લાઇસન્સ ઇશ્યું કરવાની સત્તા નથી તે તમામ સત્તા આરએનડી અને પોલીસ કમીશ્નર પાસે છે. 



પોલીસનું પણ એક જ વાત પર રટણ 
ત્યારે આ અંગે શહેર પોલીસ દ્વારા કરવામાં આપાવામાં આવેલી માહિતી અનુસાર પોલીસે 6 આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોધીને તપાસ શરૂ કરી છે. જ્યારે પોલીસ આપવામાં આવેલી માહિતી અનુસાર 6 જુલાઇના રોજ સંચાલકોને ફિટનેસ સર્ટીફીકેટ ઇશ્યું કરવામાં આવ્યું હતું. ત્યારે પોલીસે આર.એન.બી.ડિપાર્ટમેન્ટ અને કોર્પોરેશન અધિકારીઓની પૂછપરછ કરવામાં આવશે. 


જુઓ LIVE TV:



પોલીસે વધુમાં જણાવ્યું કે, ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, કે સરકારી અર્ઘસરકારી કે ખાનગી વ્યક્તિ આ મુદ્દે જવાબદાર હશે તેની ગંભીરતાથી નોધ લઇને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જે 6 આરોપી દર્શાવામાં આવ્યા છે. તેમાં ધનશ્યામ ભાઇ પટેલ સંચાલક, તુષાર ચોકસી મેનેજર અને અન્ય લોકો વિરૂધ્ધ તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે.