અર્પણ કાયદાવાલા/અમદાવાદઃ દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરીયા કાર્નિવલનું (kankariya Carnival) આયોજન કરવામાં આવ્યુ છે. વર્ષ 2008થી શરૂ થયેલા કાર્નિવલનું આ 12મું વર્ષ રહેશે. જેની શરૂઆત 25મી ડિસેમ્બરે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવશે. 25 થી 31 ડિસેમ્બર સુધી ચાલનારા કાંકરીયા કાર્નિવલમાં તંત્ર દ્વારા અનેક કાર્યક્રમો અને વિવિધ આકર્ષણો ઉમેરવામાં આવતા હોય છે. જેનો લ્હાવો લેવા માટે શહેર ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ લોકો આવતા હોય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્ષ 2008થી શરૂ થયેલો કાંકરીયા કાર્નિવલ, કે જે હવે શહેરની ઓળખ બની ગયો છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 25 થી 31 ડિસેમ્બર સુધી કાંકરીયા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં હંમેશની જેમ વિવિધ રંગારંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં જાણીતા કલાકારોના સંગીત કાર્યક્રમ, લોક નૃત્યો, ડોગ શો, હોર્સ શો,  રોક બેન્ડ, હાસ્ય દરબાર, લેસર શો, પપેટ શો અને આતશબાજીનો સમાવેશ થાય છે. નોંધનીય છેકે ચાલુ વર્ષે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી પણ ઉજવાઇ રહી હોવાથી તે નિમીતે પણ વિવિધ કાર્યક્રમો યોજાશે. નોંધનીય છેકે કાંકરીયા કાર્નિવલમાં થતા ખર્ચ અંગે મેયરે સૂચક મૌન ધારણ કરી લીધુ.


તો આ તરફ કાંકરીયા કાર્નિવલમાં આકર્ષણનુ કેન્દ્ર બનતી એમ્યુઝમેન્ટ પાર્કની વિવિધ રાઇડ અંગે પણ કાર્નિવલ પહેલા સરકારની મંજૂરી મળી જવાની સંભાવના મેયરે વ્યક્ત કરી છે. નોંધનીય છેકે ગત જુલાઇ મહીનામાં કાંકરીયાના એમ્યુઝમેન્ટ પાર્કની વિશાળ રાઇડ તૂટી પડ્યા બાદથી આજદીન સુધી તમામ રાઇડ બંધ છે. જે બાબતે રાજ્યના રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગ તેમજ પોલીસ વિભાગ દ્વારા વિવિધ મંજૂરી સંબંધી પ્રક્રિયા ચાલી રહી છે. જે સોમવાર સુધીમાં પૂર્ણ થઇ જાય તેમ છે. નોંધનીય છેકે સાત દિવસ સુધી ચાલતા કાર્નિવલમાં અંદાજે 22 થી 25 લાખ લોકો મુલાકાત લેતા હોય છે. જેને લઇને મ્યુનિસિપલ તંત્ર અને પોલીસ તંત્રએ સુરક્ષા સંબંધી પણ તમામ વ્યવસ્થા કરી દીધી છે. ત્યારે પાછલા બે વર્ષથી સુરક્ષાના નામે પોલીસ દ્વારા કરવામાં આવતા બંદોબસ્તના અતિરેકને લઇને પણ ભાજપી શાષકોએ સરકારમાં ગંભીર રીતે રજૂઆત કરી છે. ત્યારે હવે મુખ્યપ્રધાનના હસ્તે કાર્નિવલને ખુલ્લો મુકાવાની રાહ જોવાઇ રહી છે.


ગુજરાત સરકારે પાક વીમાની માહિતી કોંગ્રેસને RTIમાં ન આપી


પૂર્વ પ્રધાનમંત્રી અટલબિહારી વાજપેયીના જન્મદિને વર્ષ 2008થી શરૂ કરાયેલો કાંકરીયા કાર્નિવલ અમદાવાદ સહીત રાજ્ય અને દેશના લાખો મુલાકાતીઓના આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. ત્યારે 25 ડિસેમ્બમરથી શરૂ થઇ રહેલા કાર્નિવલની લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....