અર્પણ કાયદાવાલા/અમદાવાદ :દિવાળીનો તહેવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) માટે આવકનું સાધન બનીને આવ્યો છે. દિવાળી (Diwali) , નવુ વર્ષ અને ભાઇબીજ, એમ 3 દિવસમાં કાંકરીયા (Kankariya) પરીસરમાં લોકોની પ્રવેશ ફી અને વિવિધ સ્થળોની મુલાકાતથી તંત્રને રૂ 25 લાખ કરતા વધુની આવક થઇ છે. જેમાં કાંકરીયા પરિસર ઉપરાંત તેમાં આવેલી કિડ્સ સિટી (Kids City) , નોકટરનલ હાઉસ, બાલ વાટિકા અને ઝૂ (zoo) માં મળીને કુલ 1.29 લાખ લોકોએ મુલાકાત લીધી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુવકની અવળચંડાઈ, મોતના ડર વગર હાથમાં સિગરેટથી રોકેટ ફોડ્યું, અને હાથમાં જ ફૂટ્યું, જુઓ Viral Video


દિવાળીનો તહેવાર અને ઉપરથી રજાઓ... ત્યારે દિવાળી, નવુ વર્ષ અને ભાઈબીજ એમ 3 દિવસ મળીને અમદાવાદના ફેમસ ટુરિસ્ટ પ્લેસ એવા કાંકરીયામાં 1.29 લાખ લોકોએ મુલાકાત લઇને વિવિધ રાઇડ અને અન્ય આકર્ષણોની મજા માણી છે. જેના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રને રૂ.25 લાખથી વધુ આવક થઈ છે. નોંધનીય છે કે, ગત જુલાઇ માસમાં કાંકરીયામાં સર્જાયેલી રાઇડ દુર્ઘટના બાદ હજી પણ મોટી રાઇડ ઉપરાંત મિની ટ્રેન સહિતની મિકેનીકલ રાઇડ પોલીસ મંજૂરીના અભાવે બંધ અવસ્થામાં છે. ત્યારે આ વર્ષે મુલાકાતીઓનો ધસારો નોક્ટરનલ હાઉસમાં જોવા મળ્યો. સાથે જ કિડ્સ સિટી, પ્રાણીસંગ્રહાલય અને બાલ વાટિકા સહીતના આકર્ષણો પણ મુલાકાતીઓની પસંદ બની રહ્યા છે. એક નજર કરીએ કાંકરીયા પરીસરમાં આવેલા વિવિધ આકર્ષણોના મુલાકાતીઓ અને તેમના થકી થયેલી આવકના આંકડા પર..


આવતીકાલે પ્રવાસીઓને મોટી ભેટ આપશે PM મોદી, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં કરશે આ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ


દિવાળી 27 ઓક્ટોબર :



  મુલાકાતી આવક
કાંકરીયા પ્રવેશ 5748 50810
કિડ્સ સિટી 161 12230
ઝુ 2902 52250
નોક્ટરનલ ઝુ 3900 174000
બાલવાટીકા 1088 3111
બટરફ્લાય પાર્ક 685 5600
કુલ 14484 298001

નવુ વર્ષ  28 ઓક્ટોબર :



  મુલાકાતી આવક
કાંકરીયા પ્રવેશ 23247 199305
કિડ્સ સિટી 149 10980
ઝુ 5930 110470
નોક્ટરનલ ઝુ 12200 553000
બાલવાટીકા 2793 8024
બટરફ્લાય પાર્ક 2025 1820
કુલ 46344 899979

ભાઇબીજ 29 ઓક્ટોબર :



  મુલાકાતી આવક
કાંકરીયા પ્રવેશ 34639 314780
કિડ્સ સિટી 473 34270
ઝુ 7094 128850
નોક્ટરનલ ઝુ 18700 827000
બાલવાટીકા 5366 15276
બટરફ્લાય પાર્ક 2190 20200
કુલ 68462 1340376

ઉલ્લેખનીય છે કે, કાંકરીયાનું સૌથી મોટું આકર્ષણ એવી અટલ એક્સપ્રેસ અને સ્વર્ણિમ જંયતી એક્સપ્રેસ નામની બે મિનીટ્રેન છે. આ ઉપરાંત અન્ય મોટી રાઈડ્સને પોલીસ સહિતના વિવિધ એજન્સીઓની મંજૂરી બાકી હોવાથી લોકો તેની મજા માણી શકતા નથી. ત્યારે હજી પણ દિવાળીનું વેકેશન બાકી હોવાથી લોકોનો ધસારો સતત વધતો રહેશે અને તંત્રની આવક વધશે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :