નચિકેત મહેતા, ખેડા: કપડવંજ પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલ (Narmada Canal) ના પુલ પાસેથી એક અજાણ્યાં યુવકની લાશ પોલીસને મળી આવી હતી. આ સંદર્ભે આતરસુંબા પોલીસે અકસ્માત (Accident) મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્તમાહિતી અનુસાર કપડવંજ (Kapadvanj) તાલુકાના ચારણીયા પુલની મધ્યમાં કાર પાર્ક કરી યુવકે નહેરમાં ઝંપલાવ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી. કપડવંજ (Kapadvanj) તાલુકામાંથી પસાર થતી નર્મદા નહેરમાં એક યુવક એ ઝંપલાવ્યું હોવાની વાત વાયુવેગે પંથકમાં પ્રસરી જવા પામી છે. જેને પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. 

Surat ના એક મકાનમાં જોવા મળે છે તરતી ઈંટો, બે ઈંટો વચ્ચે આશરે બેથી ત્રણ ઇંચનો ગેપ


હોમગાર્ડ જવાનોએ કારમાં તપાસ કરતાં કાર (Car) માંથી આઇડી પ્રૂફ અને લોહીના ડાખ જોવા મળ્યા હતા. આઇડી પ્રૂફમાં યુવક અમદાવાદનો રહેવાસી હોવાનો ઉલ્લેખ છે. આઇડી પ્રૂફમાં યુવકનું નામ સંજય શર્મા છે. આ ઘટના આતરસુંબા પોલીસ (Police) મથકના હદ વિસ્તારની છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.  અત્રે ઉલ્લેખનીય છે કે યુવક આત્મહત્યા કરી છે કે હત્યા તે હજુ સુધી ઘૂંટાતુ રહસ્ય છે.
 
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube