KAPADVANJ Gujarat Vidhan Sabha Chunav Result 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ ચૂકી છે. ગુજરાતના ઈતિહાસની અત્યાર સુધીની આ સૌથી અલગ પ્રકારની ચૂંટણી બની રહેશે. કારણકે, અત્યાર સુધી ગુજરાતમાં વર્ષોથી ભાજપ-કોંગ્રેસ આ બન્ને મુખ્ય રાજકીય પક્ષો જ સામ-સામે લડતા દેખાતા હતાં. જોકે, આ વર્ષે તસવીર બદલાઈ ગઈ છે. અને હવે આમ આદમી પાર્ટી પિચ્ચરમાં આવતા ગુજરાતની તમામ બેઠકો પર ત્રિ-પાંખિયો જંગ જામ્યો છે. ત્યારે જોઈએ મતદારોએ કઈ તરફ પસંદગીનો કળશ ઢોળે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કપડવંજ વિધાનસભાનું પરિણામઃ


કપડવંજ બીજેપી ની જીત 31,000 હજારથી વધુ લીડ થી જીત. ભાજપના રાજેશ ઝાલાએ ખેડા જિલ્લાની કપડવંજ બેઠક પર વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના કાળુ ડાભી અને આમ આદમી પાર્ટીના મનુભાઈ પટેલને હરાવીને આ જીત હાંસલ કરી.


શું કોંગ્રેસના હાથને મળે છે મતદારોનો સાથ? દિલ્હી અને પંજાબની જેમ ગુજરાતમાં ચાલશે મફતની રેવડી અને ઝાડુનો જાદુ? કે પછી ફરી એકવાર ગુજરાતમાં ખિલશે કમળ? ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં આજે પરિણામનો દિવસ છે. જાણો પરિવર્તન કે પુનરાવર્તન. કપડવંજ વિધાનસભા બેઠક (ખેડા) કપડવંજ વિધાનસભા બેઠક અંતર્ગત કપડવંજ તાલુકાના ગામો, મહુઢા તાલુકાના ગામો અને કઠલાલ તાલુકાના ગામોનો સમાવેશ કરવામાં આવે છે.  આ બેઠક પર ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ વધુ છે.


2022ની ચૂંટણી
2022ના ગુજરાત ચૂંટણી મહાસંગ્રામમાં ભાજપે રાજેશ ઝાલાને ટિકિટ  આપી છે. તો કૉંગ્રેસે કાળુ ડાભીને ટિકિટ આપી છે. તો આમ આદમી પાર્ટીએ મનુભાઈ પટેલને ટિકિટ આપી છે.
 
2017ની ચૂંટણી
કપડવંજના ઈતિહાસની વાત કરીએ તો 2017માં કૉંગ્રેસના ઉમેદવાર કાંળુ ડાભીને 85,195 મત મળ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવાર કનુ ડાભીને  57,969 મત મળ્યા હતા. ભાજપના ઉમેદવાર કનુ ડાભી 27,226 મતોથી હાર્યા હતા.


2012ની ચૂંટણી
વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસના ઉમેદવાર શંકરસિંહ વાઘેલાને 88,641 મત મળ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવાર કનુ ડાભીને 82,044 મત મળ્યા હતા. તો ભાજપના ઉમેદવાર કનુ ડાભી 6,597 મતોથી હાર્યા હતા.