ઝી બ્યુરો/અમદાવાદ: રાજ્યમાં અનેકવખત કપિરાજના હુમલાના કિસ્સા સામે આવતાં હોય છે. ગુજરાતમાં કપિરાજના હુમલાના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે. છેલ્લા પાંચ દિવસથી સરખેજમાં કપિરાજની ટોળીનો આતંક વધ્યો છે. અમદાવાદના સરખેજ વિસ્તારમાં કપિરાજે આતંક મચાવ્યો છે, કપિરાજે 30 લોકોને બચકાં ભર્યા છે. આ ઘટના સરખેજના રોજા, ચિકુની વાડી સહિતના વિસ્તારોમાં બની છે. આ ઘટના બાદ લોકોમાં ભયનો માહોલ છવાયો છે. અને લોકોને લાકડી સાથે રાખવાની ફરજ પડી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકો ઘરની બહાર નિકળવાનું પણ ટાળી રહ્યા છે..
અમદાવાદના સરખેજ વિસ્તારમાં કપિરાજે છેલ્લા 5 દિવસથી આતંક મચાવ્યો છે. સરખેજ રોઝા, મકરબા, ભરવાડ વાસ અને ચીકુની વાડી સહિતના વિસ્તારમાં કપિરાજે 25 જેટલા લોકોને બચકા ભર્યા છે. સરખેજમાં કપિરાજે બચકાં ભરી લેતા લોકોમાં ફફડાટ ફેલાયો છે અને હાથમાં લોકોને લાકડી સાથે રાખવાની ફરજ પડી છે. કેટલાક લોકોને તો હાથે કે પગે આઠ-દસ ટાંકા લેવા પડે એવી રીતે કપિરાજે હુમલો કર્યા છે. શાળામાં બાળકોને મૂકવા જતી વખતે લોકોને હાથમાં લાકડી લઈને જવાની ફરજ પડે છે. કપિરાજના આતંકથી લોકોમાં ભારે ડર છે. લોકો ઘરની બહાર નિકળવાનું પણ ટાળી રહ્યા છે. 


ઘટના અંગે વનવિભાગને જાણ કરાઈ
લોકોએ આ અંગે વનવિભાગને જાણ પણ કરી છે પરંતુ વનવિભાગ ઉડાવ જવાબ આપતું હોવાનો સ્થાનિકોએ આરોપ કર્યો છે. ઉલ્લેખનીય છે કે કપિરાજનો આતંક માત્ર સરખેજ પૂરતો રહ્યો નથી, પરંતુ એરપોર્ટના પાર્કિંગ એરિયામાં પણ કપિરાજ થોડા દિવસ પહેલા ઘૂસી આવતાં ભારે દોડધામ મચી ગઈ હતી.


કપિરાજનો આતંક વધ્યો હોવાના કિસ્સા વધ્યાં!
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ચાર-પાંચ દિવસથી કપિરાજની ટોળીએ એટલી બધી હદ વટાવી છે કે, કેટલાક લોકોને તો હાથે કે પગે આઠ-દસ ટાંકા લેવા પડે એવી રીતે તેમના પર હુમલા કર્યા છે. માત્ર અમદાવાદ જ નહીં મહેસાણા જિલ્લામાં પણ કપિરાજનો આતંક વધ્યો હોવાના કિસ્સા સામે આવી રહ્યાં છે.