અર્પણ કાયદાવાલા/અમદાવાદ: ગુજરાતનાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને મેજર જનરલ રૉય જોસેફ એડીજી, એનસીસી ડાયરેક્ટોરેટ ગુજરાત, દમણ, દીવ અને દાદર અને નગર હવેલીએ સંયુક્તપણે ‘કર્મભૂમિથી જન્મભૂમિ’ સાયકલ અભિયાનનો સાબરમતી આશ્રમ અમદાવાદમાં આવકાર આવ્યો હતો. આ કાર્યક્રમમાં કેડેટ્સનાં અનુભવો વહેંચવામાં આવ્યાં હતાં અને ગાંધીદર્શનને દર્શાવતું નુક્કડ નાટક દર્શાવવામાં આવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મંત્રીએ મહેનત કરવા બદલ કેડેટ્સની પ્રશંસા કરી હતી અને એનસીસીની રાષ્ટ્રનિર્માણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરતી સંસ્થા તરીકે પ્રશંસા કરી હતી. એડીજીએ એનસીસીની કામગીરીની ઝાંખી પ્રસ્તુત કરી હતી તેમજ સંસ્થાએ તાજેતરમાં અદા કરેલી સામાજિક જવાબદારીઓ અને મહાત્મા ગાંધીનાં સંદેશનો પ્રચાર કરવાની કામગીરી વિશે જાણકારી આપી હતી.


હવે ગુજરાતમાં બનશે દુબઈ જેવી ઊંચી આઇકોનીક બિલ્ડીંગો: મુખ્યમંત્રી વિજય રૂપાણી


આ અભિયાનનું આયોજન એનસીસી ગ્રૂપ હેડક્વાર્ટર, અમદાવાદ દ્વારા એનસીસી ડાયરેક્ટોરેટ ગુજરાત, દમણ, દીવ અને દાદર અને નગર હવેલીનાં નેજાં હેઠળ થયું હતું, જેનો ઉદ્દેશ મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિની ઉજવણી કરવાનો હતો. આ અભિયાનનો આશય રાજ્યનાં યુવાનો અને નાગરિકોમાં ગાંધીદર્શનને નવેસરથી પ્રસ્તુત કરવાનો હતો. 


આ અભિયાને જન્મભૂમિ અને કર્મભૂમિની મુલાકાત લેવા કેડેટ્સને તક પણ આપી હતી. આ અભિયાનનો ઉદેશ્ય યુવાન કેડેટ્સને ગાંધીદર્શનનાં સિદ્ધાંતો સાથે વાફેક કરાવવાનો હતો, જેઓ પછી જનતા સુધી ગાંધીદર્શનનાં સંદેશવાહકો બનશે અને ગાંધીજીનાં વિચારોને લોકો સુધી પહોંચાડશે.


પાણીના મુદ્દે ઉગ્ર થયેલી મહિલાઓએ કર્યું રસ્તા રોકો આંદોલન, પોલીસે કરી અટકાયત


આ અભિયાન દાંડીથી 19 સપ્ટેમ્બર, 2019નાં રોજ રાષ્ટ્રીય નમક સત્યાગ્રહથી શરૂ થયું હતું તથા 29 સપ્ટેમ્બર, 2019નાં રોજ પોરબંદરમાં કિર્તી મંદિરમાં પૂર્ણ થશે. આ અભિયાનની આગેવાની કર્નલ દામોદરન પી, કો 9 બટાલિયન એનસીસી, લેફ્ટનન્ટ ઉર્વશી શર્માએ કર્યું છે તથા એમાં પાંચ કન્યાઓ અને છ કુમાર કેડેટ્સ સામેલ છે, જેઓ 11 દિવસમાં દરરોજ આશરે 75થી 80 કિલોમીટર સાયકલિંગ કરીને 800 કિલોમીટરનાં અંતરને કાપશે.


દાંડીથી શરૂ થઈને અભિયાનનું આગમન સુરત, ભરુચ, વડોદરા, નડિયાદ અને અમદાવાદમાં થયું હતું. આ રુટમાં આગળ હવે વિરમગામ, સુરેન્દ્રનગર, ચોટિલા, રાજકોટ, ધોરાજી થઈને પોરબંદરમાં સંપન્ન થશે. જેમાં દરેક સ્થળ પર સેંકડો એનસીસી કેડેટ્સ અને નાગરિક સાઇકલિસ્ટો એમાં જોડાઈને સાયકલિસ્ટોને ટેકો આપશે.


જુઓ LIVE TV :