રાજકોટ : મહાનગરપાલિકાની ચૂંટણી શાંતિપુર્ણ રીતે મતદાન પુર્ણ થયું છે. ત્યારે કર્ણાટકના રાજ્યપાલ અને રાજકોટના પૂર્વ ધારાસભ્ય વજુભાઇ વાળાએ હરિહર હોલમાં પોતાનો મત આપવા માટે પહોંચ્યા હતા. મતદાન કર્યા બાદ વજુભાઇ વાળાએ જણાવ્યું કે, યુવાનોને ટિકિટ આપવામાં આવ્યું તે સારૂ કાર્ય છે. વિધાનસભા અને લોકસભાના બંધારણમાં પણ ઉંમર નક્કી થવી જોઇએ. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ કમળના નિશાન વાળા માસ્ક સાથે મતદાન કરતા આચારસંહિતાનો ભંગ થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જૂનાગઢના બાળકોએ રફ રોડ પર સતત 6 કલાક સ્કેટિંગ કરીને સ્થાપ્યો અનોખો રેકોર્ડ


રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ વોર્ડ નંબર 9 માં પરિવાર સાથે મતદાન કર્યું હતું. મતદાન કરતા સમયે કમલેશ મિરાણીએ આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું હતું. કમલેશ મિરાણીએ ચહેરા પર ભાજપના નિશાન કમળવાળુ માસ્ક પહેરીને મતદાન કર્યું હતું. કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળાએ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત રાજકોટ મનપામાંથી કરી હતી. આજે પોલીસના ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વજુભાઇ વાળાએ મતદાન કર્યું હતું. તેમણે યુવાનોને ટિકિટ આપવા મુદ્દે આનંદ વ્યક્ત કર્યો હતો  અને આ નિયમને આવકાર્યો હતો. તેમણે બંધારણમાં સંશોધન કરીને લોકસભા અને વિધાનસભા માટે પણ આ ઉંમર નક્કી કરવામાં આવે તેવી અપીલ કરી હતી.


કોરોનાગ્રસ્ત વિજય રૂપાણી હોસ્પિટલ થી મતદાન મથક સુધી, જુઓ તસવીરો


અત્રે ઉલ્લેખનીય છે કે, 1થી3 ફેબ્રુઆરી દરમિયાન 6 મહાનગરપાલિકાના ઉમેદવારો નક્કી કરવા માટે ગુજરાત ભાજપની ત્રણ દિવસીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી.  મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની હાજરીમાં અને પ્રદેશ પ્રમુખ પાટીલની અધ્યક્ષતામાં મળેલી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક દરમિયાન પાટિલે કહ્યું કે, પાર્લામેન્ટરી બોર્ડમાં ત્રણ મહત્વનાં નિર્ણયો લેવાયા હતા. તે પૈકી એક 60થી વધારે ઉંમર હોય તેવા કાર્યકર્તાને ટિકિટ નહી આપવા, આગેવાનોના સગા સંબંધીઓને ટિકિટ નહી આપવા માટે નિર્ણય લેવાયો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube