Who is Raj Shekhawat : મહારાષ્ટ્રના મુંબઈમાં એનસીપી નેતા અને સલમાન ખાનના મિત્ર બાબા સિદ્દીકીની હત્યા બાદ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ચર્ચામાં આવ્યો છે. તેણે સિદ્દીકીની હત્યાની જવાબદારી લીધી છે. ત્યારે લોરેન્સ બિશ્નોઈનું એન્કાઉન્ટર કરનારને 1 કરોડ 11 લાખ 11 હજાર 11 રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરણી સેનાના રાજ શેખાવતે કરી હતી. ત્યારે હવે કરણી સેનાના રાજ શેખાવતની નવી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, ભારતમા કોઇને પણ લોરેન્સ બિશ્નોઇ ધમકી આપે તો અમારો સંપર્ક કરો, તેના માટે હેલ્પલાઇન નંબર 7567681111 જાહેર કર્યો છે. લોરેન્સ ગેંગ કે તેના સાગરીતો તેમને ધમકી આપો તો અમને સંપર્ક કરવો. અમે તેમનો હિસાબ કરીશું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વલસાડ ખાતે કરણી સેના ના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતનું લોરેન્સ બિશ્નોઈને લઈ મોટું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે, લોરેન્સ બિશ્નોઇ કાયર છે એટલે જામીન અરજી મૂકતો નથી. જે દિવસે બહાર આવશે એ દિવસે ઠાર કરી દેશું. રાજ શેખાવતે લોરેન્સ બિશ્નોઇને એક આંતકવાદી સાથે સરખાવ્યો છે. સાથે જ જેલમાં સામાન્ય વ્યક્તિ પાસે કોમ્યુનિકેશન માટે કોઈપણ સાધન હોતા નથી ત્યારે લોરેન્સ બિશ્નોઇ સામે કોમ્યુનિકેશનના સાધનો આવતા હોવાના આક્ષેપો કર્યા છે. આવા આતંકીઓનો ખાતમો કેન્દ્ર સરકાર કરે એવી માંગ રાજ શેખાવતે કરી છે. 



રાજ શેખાવતે વધુમાં કહ્યું કે, બાબર સિદ્દીકીની હત્યા બાદ આ ભયનો માહોલ ઉભો થયો છે એનો ખાતમો સરકારે જ કરવો પડશે. જેલમાં બેસી હત્યા કરવી, ખંડણી વસુલવી, ડ્રગ્નો વેપાર કરવો એવા કર્યો લોરેન્સ બિશ્નોઇ કરે છે. 


યા ક્ષત્રધર્મ - ધર્મો રક્ષાતિ રક્ષિતઃ
હવે ગેરવસૂલી/ખંડણી/ખંડણીનો અંત લાવો - મદદ સંપર્ક નંબર 7567681111 - જો લોરેન્સ ગેંગના માણસો ભારતના કોઈપણ નાગરિક પાસેથી ખંડણી/ખંડણી/ખંડણીની માંગણી કરે, તો અહીં આપેલા નંબરો પર તરત જ અમારો સંપર્ક કરવો, જેથી કરીને અમે આ લોકોને જડબાતોડ જવાબ આપી શકીએ અને તમારી સુરક્ષા પણ સુનિશ્ચિત કરી શકાય. આવો આપણે સૌ સાથે મળીને ભારતને ભયમુક્ત વર્ષ બનાવીએ. વીર ભોગ્યા વસુંધરા.


હાઉસિંગ બોર્ડના મકાન માલિકો થઈ જશે માલદાર, બે મોટા બદલાવથી કરોડોમાં બોલાશે ભાવ


એન્કાઉન્ટરની માંગ અગાઉ પણ કરવામાં આવી છે
તમને જણાવી દઈએ કે રાજ શેખાવતે વલસાડ મુલાકાત દરમિયાન લોરેન્સ બિશ્નોઈ અંગે ધમકી આપી હતી. લોરેન્સ બિશ્નોઈ પણ હાલમાં ગુજરાતની સાબરમતી જેલમાં બંધ છે. કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે અગાઉ પણ ગુજરાતના વડોદરામાં લોરેન્સના એન્કાઉન્ટરની માંગણી કરી હતી.


રાજ શેખાવત લોરેન્સથી કેમ નારાજ છે?
ખરેખર, લોરેન્સ બિશ્નોઈ ગેંગે ડિસેમ્બર 2023માં રાજસ્થાનના જયપુરમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા કરી હતી. ત્યારથી રાજ શાખાવત લોરેન્સ ગેંગ પર નારાજ છે.


ગુજરાતની સૌથી મોટી ઉપલબ્ધિ! 6 કરોડની વસ્તીમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ