વેરાવળ : મહા વાવાઝોડાની અસર હાલ સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહી છે. સમગ્ર ગુજરાતનાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે દરિયા કિનારાના જિલ્લાઓમાં તંત્ર એલર્ટ પર છે. આ ઉપરાંત દરિયા કિનારાના પ્રવાસન સ્થળો પરથી પણ નાગરિકો પરત ફરી રહ્યા છે. વિવિધ આયોજનો પણ રદ્દ કરવામાં આવી રહ્યા છે. મહાને કારણે દરિયાકાંઠે યોજાતા મેળાઓ પૈકી આ બીજો મેળો રદ્દ થયો છે. અગાઉ માધોપુરનો મેળો પણ રદ્દ કરવામાં આવ્યો હતો. 


અરબી સમુદ્રમાં ‘મહા’ વાવાઝોડું સક્રીય, જામનગરના તમામ બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવાયું
અત્રે ઉલ્લેખનીય છે કે, દર વર્ષે કાર્તિકી મેળાનું સોમનાથ મંદિર દ્વારા આયોજન કરવામાં આવેછે. આ મેળામાં મંદિર મોડી રાત સુધી ખુલ્લુ રાખવામાં આવે છે. મોડી રાતે મહાદેવની મહાઆરતી કરવામાં આવતી હોય છે. આ મેળામાં સૌરાષ્ટ્રનાં લાખો લોકો હાજર રહે છે. ડાયરાથી માંડીને વિવિધ આયોજનો પણ કરવામાં આવે છે. જો કે ચાલુ વર્ષે વાવાઝોડાની આગાહીને પગલે આયોજન રદ્દ કરવામાં આવ્યું છે.