Katargam Gujarat Chutani Result 2022 : ગુજરાતના ચૂંટણી મહાસંગ્રામમાં આ વખતે ત્રીપાંખીયો જંગ છે. ગુજરાતના રાજ સિંહાસન પર કોણ બેસે છે તેના પર પુરા દેશની નજર છે. ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર છે પણ આ વખતે ફરી પૂનરાર્તન થાય કે પછી પરિવર્તન થાય છે. આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા આ બેઠક પરથી લડી રહ્યા હોવાથી આ બેઠક રસાકસીવાળી બની ગઇ છે. કહેવાય છે કે કતારગામ બેઠક પરથી ચૂંટણી જે ચૂંટણી જીતે છે તેનું મંત્રીપદ નિશ્ચિત માનવામાં આવે છે. તો આ બેઠક પર જીતીને ધારાસભ્ય બનેલા નાનુભાઇ વાનાણી રાજ્યમંત્રી બની ચુક્યા છે. તો હાલ આ બેઠક પરથી ધારાસભ્ય વિનુ મોરડીયા ગુજરાત સરકારમાં રાજ્ય મંત્રી તરીકે ફરજ નીભાવી રહ્યા છે...  


  • COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    કતારગામથી વિનુ મોરડીયાની જીત

  • ગોપાલ ઇટાલિયાની કારમી હાર


સુરત જિલ્લો
 
બેઠક : કતારગામ 
રાઉન્ડ : 10
પક્ષ : વિનોદ મોરડીયા આગળ  
મત : 26728 લીડ થી આગળ 


15730 લીડથી આગળ


ગોપાલ ઈટાલિયા પાછળ
સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. હાલ ગોપાલ ઈટાલિયા કતારગામથી પાછળ છે. 


2022ની ચૂંટણી
2022ના ચૂંટણી ઉમેદવારની વાત કરીએ તો હાલ ભાજપે આ વખતે ધારાસભ્ય વિનુ મોરડિયાને રીપીટ કર્યા છે. તો કોંગ્રેસે કલ્પેશ વારીયાને ટીકીટ આપી છે. આપમાથી ગુજરાતના આપ પ્રમુખ ગોપાલ ઇટાલીયા ચૂંટણી મેદાને છે. આ બેઠક પર કુલ 2,77,541 મતદારો છે. 


2017ની ચૂંટણી
2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના વિનુ મોરડિયા આ બેઠક પરથી જીત્યા હતા.. કોંગ્રેસના ઉમેદવાર જીગ્નેશ જીવાણીને 79,230 મતના તફાવતથી હારનો સામનો કરવો પડ્યો હતો.


2012ની ચૂંટણી
નવા સિમાંકન બાદ પ્રથમ ચૂંટણી 2012માં યોજાઇ જેમાં ભાજપના નાનુભાઇ વાનાણી 43272 મતોની સરસાઇથી જીત્યા મેળવી હતી.  કોંગ્રેસના નંદલાલ પાંડવની હાર થઇ હતી.