ધવલ પારેખ/નવસારી :નવસારી જિલ્લામાં ભારે વરસાદના કારણે રસ્તા અને પુલને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. જેમાં ગણદેવી તાલુકાના આંતલિયાથી ઉંડાચને જોડતો કાવેરી નદીનો પરના પુલનો પિલર બેસી ગયાની ઘટના છે. 8 વર્ષ પહેલા બનાવવામાં આવેલ  પુલનો ત્રીજા નંબરનો પિલર બેસી ગયો. જોકે, ઉપરવાસમાં ભારે વરસાદના કારણે એક મહિનામાં બે વાર આ પુલનો પિલર બેસી જતાં પુલના બાંધકામ પર સવાલ ઉભા થઈ રહ્યા છે. 8.50 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ પુલની આ સ્થિતિ થતાં પૂર્વ ધારાસભ્ય કરસન પટેલે પુલની ડિઝાઈન પર સવાલ ઉઠાવ્યા છે. આ પહેલાં કેબિનેટ મંત્રી નરેશ પટેલે અધિકારીઓ સાથે પુલનું સ્થળ નિરીક્ષણ કર્યુ હતું અને પુલના પિલરની સ્ટેબિલિટી ચકાસીને તેના રિપેરિંગ માટેના પ્રયાસો શરૂ કર્યા હતા. પરંતુ તેની વચ્ચે ત્રીજા નંબરનો પિલર પણ બેસી જતાં અનેક સવાલ ઉભા થયા છે. જો કાવેરી નદીમાં પાણીની આવક વધે અને પૂરની સ્થિતિ સર્જાય તો પુલને વધુ નુકસાન થવાની ભીતિ ગ્રામજનો વ્યક્ત કરી રહ્યા છે.    


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : AAP એ ચૂંટણીના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ?


નવસારી જિલ્લામાં વરસાદને કારણે રસ્તા અને પુલને મોટા પ્રમાણમાં નુકસાન સામે આવ્યુ છે. જેમાં ગણદેવી તાલુકાના આંતલિયાથી ઉંડાચને જોડતો કાવેરી નદી પરનો 8 વર્ષ પૂર્વે બનેલો પુલનો પિલર ગત મહિને બેસી ગયો હતો. જેથી તાત્કાલિક પુલને બંધ કરી દેવામાં આવ્યો હતો. સાથે જ કેબિનેટ મંત્રી નરેશ પટેલે પણ અધિકારીઓ સાથે સ્થળ નિરીક્ષણ કર્યુ હતું. સાથે જ પુલનો પિલરની સ્ટેબિલિટી ચકાસી તેના સમારકામના પ્રયાસો શરૂ કર્યા હતા. 



આ દરમિયાન બે દિવસ કાવેરીમાં પૂરની સ્થિતી બનતા ફરી પિલરને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. જેમાં આંતલિયા તરફનો ત્રીજા નંબરનો પિલર થોડો બેઠો હોવાની ફરિયાદ ગ્રામજનોમાં ઉઠવા પામી છે. જેથી 8 વર્ષ પૂર્વે 8.50 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા પુલમાં મોટું કમિશન ખવાતા પુલની ગુણવત્તા સચવાઈ નથી. જ્યારે અગાઉ ગણદેવીના પૂર્વ ધારાસભ્ય કરસન પટેલ પણ પુલની ડિઝાઇન ઉપર સવાલ ઉઠાવી ચૂક્યા છે, ત્યારે ફરી કાવેરીમાં પાણીની આવક વધે અને પુરની સ્થિતિ બને, તો પુલને વધુ નુકશાન થાય એવી ભીતિ ગ્રામજનોને સતાવી રહી છે.