ગાંધીનગરથી નીકળતી વિકાસની ગાડી જો હવે પેંધા ગામે પહોંચે તો સારું! શું આ છે ગુજરાતની વાસ્તાવિકતા!
દર વર્ષે ગાંધીનગરથી વિકાસની ગાડી નીકળે છે. રાજ્યમાં ખૂણે ખૂણે વિકાસ પહોંચાડવામાં આવે છે. પરંતુ આઝાદીના 75 વર્ષ વીતી ગયા હોવા છતાં વલસાડ જિલ્લા ધરમપુર તાલુકા ખાતે વિકાસ ગાડી પહોંચી નથી.
ઉમેશ પટેલ/વલસાડ: જિલ્લાના ધરમપુર તાલુકા પેંધા ગામના કેડીપાડાના લોકોને જીવન જીવવું હોય તો તરવું જરૂરી છે, કારણ કે અહીંના લોકો પુલના અભાવે અવરજવર કરવા માટે નાર નદીનો ધસમસતો પ્રવાહ તરીને જવું પડે છે. જીવને જોખમમાં મૂકી પોતાની જિંદગી જીવવા કેડીપાડાના લોકો મજબુર બન્યા છે.
દર વર્ષે ગાંધીનગરથી વિકાસની ગાડી નીકળે છે. રાજ્યમાં ખૂણે ખૂણે વિકાસ પહોંચાડવામાં આવે છે. પરંતુ આઝાદીના 75 વર્ષ વીતી ગયા હોવા છતાં વલસાડ જિલ્લા ધરમપુર તાલુકા ખાતે વિકાસ ગાડી પહોંચી નથી. દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસામાં ધરમપુર તાલુકાના અંતરીયાળ પેંધા ગામે નાર નદીને પાર કરવા કેડીપાડા ફળીયાના રહીશોને પુલના અભાવે ટાયરની ટ્યુબ, પ્લાસ્ટિકની કોથળી અને લાકડાનો તરાપાનો સહારો લઈ શહેરમાં તથા અન્ય કામે અત્યંત જોખમી રીતે જવા મજબૂર છે.
ચમત્કાર કે અંધશ્રદ્ધા! વેરાઈ માતાના મંદિરે માતાજીના કંકુવાળા પગલા દેખાતા થયો ચમત્કાર
મેડિકલ ઇમરજન્સી હોય તો લોકો 14 કિ.મી ચાલી ડુંગરોમાંથી પગપાળા પીડવલ પહોંચવું પડે છે, તથા નદીના ધસમસતા પ્રવાહમાં લાકડાનો તળાપો બનાવી દર્દીને નદીના આ બાજુ લાવવું પડે છે. આઝાદીના આટલા વર્ષ વીતી ગયા બાદથી અત્યાર સુધી આ લોકોની વાસ્તવિકતા હજી કોઈએ ના તો જોઈ છે કે ના તો સાંભળી છે.
450 થી વધુ વસ્તી ધરાવતો કેડીપાડા જ્યાં 85 થી વધુ ઘરો આવેલા છે. જ્યાંથી દરરોજ 55 વિદ્યાર્થીઓ પેધાં ગામે અભ્યાસ માટે આવે છે. સવારે અને સાંજે વિદ્યાર્થીઓને તેમના વાલીઓ નદીમાં ટ્યુબ, પ્લાસ્ટિકની કોથળી તેમજ લાકડાના તારપાના સહારે નદીમાં જીવના જોખમે પાર કરી અવરજવર કરે છે. મેડિકલ ઇમરજન્સી હોય કે ધરમપુર અથવા પેંધા ગામે ઘર વખરીની ચીજવસ્તુઓ લેવા માટે આવવું હોય તો લોકોએ નદી પાર કરવી જરૂરી છે. ચોમાસામાં 4 મહિનામાં મહિલા, પુરુષો, વૃધ્ધો, બાળકો પોતાના જીવ સાથે સટાસટીની બાજી રમતા હોય તેમ જીવન જીવે છે.
દેશમાં ફરી ગુજરાતનો ડંકો! અવકાશમાં સેટેલાઈટ લોન્ચ કરનાર આ છે ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી
આ વિસ્તારના લોકો વર્ષોથી પુલના અભાવે લોકોને નદી પાર કરવા મજબૂર બનતા હોય છે. ઘણા વર્ષોથી લોકો પુલની માંગ કરી રહ્યા છે, છતાં કોઈ કામગીરી થઈ નથી. ત્યારે વર્ષોથી ચોમાસામાં હાલાકી ઉઠાવી રહેલા લોકો માટે અહીં પુલ અથવા કોઝ-વે બનાવવા માંગ છે. ગાંધીનગરથી નીકળતી વિકાસની ગાડી જો હવે પેંધા ગામે પહોંચે એ જરૂરી બન્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube